Surat : પાલનપુર પાટિયા વિસ્તારમાં સામુહિક આપઘાત, એકજ પરિવારના 7 લોકોના મોત

|

Oct 30, 2023 | 7:05 AM

Surat : સુરતમાં સામૂહિત આત્મહત્યાની ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં આ ઘટના બની છે. સૂત્રો અનુસાર નૂતન રો હાઉસ પાસે એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. સિદ્ધેશ્વર એપાર્ટ માં એક જ પરિવારનાના સાત લોકોનો સામૂહિક આપઘાત કર્યો હોવાની આ ચોંકાવનારી ઘટના બની છે.

Surat : સુરતમાં સામૂહિત આત્મહત્યાની ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં આ ઘટના બની છે. સૂત્રો અનુસાર નૂતન રો હાઉસ પાસે એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. સિદ્ધેશ્વર એપાર્ટ માં એક જ પરિવારનાના સાત લોકોનો સામૂહિક આપઘાત કર્યો હોવાની આ ચોંકાવનારી ઘટના બની છે.

સામુહિક આપઘાત કે 6 ની હત્યા બાદ આત્મહત્યા?

આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.એકસાથે આખા પરિવારની આત્મહત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.બનાવની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. પોલીસે પરિવાર વિશેની માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી આપઘાત કરવાના સંભવિત કારણો જાણવાના પ્રયાસ હાથ ધર્યા છે .

મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવશે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના મનીષ સોલંકીના પરિવાર સાથે બની છે. મનીષ સોલંકીની આજે 28 ઓક્ટોબર 2023 ના રોજ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરેલી લાશ મળી છે જયારે 3 બાળકો સહીત પરિવારના અન્ય 6 લોકો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે મનીષે તેના પરિવારના 6 સભ્યોને ઝેરી દવા આપી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી નાખી હોય તેમ શંકા છે. મામલો ખુબ ગંભીર છે માટે પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ જાત તપાસ દ્વારા મેળવી રહ્યા છે. ઘટનાનું કારણ આર્થિક સંકટ , દેવું કે પારિવારિક બાબત છે ? તે જાણવા પ્રયાસ કરાઈ રહયા છે.

 

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.  મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે પાડોશીઓની પૂછપરછના આધારે પણ ઘટના પાછળનું મૂળ કારણ જણવા કવાયત શરૂ કરી છે. બનાવસ સંદ્દર્ભે સુરત પોલીસ તરફથી તપાસ આગળ વધારાઈ છે. પોલીસ આ મામલે મનીષ સોલંકીએ 6 લોકોની હત્યા કરી આત્મહત્યા કરી છે તે અંગે કે સામુહિક આપઘાત અંગે પોલીસ ચોપડે નોંધ કરી તપાસ આગળ ધપાવે છે તે જોવું રહ્યું!

આ અગાઉ જૂનમાં સરથાણામાં સામુહિક આપઘાતની ઘટના બની હતી

આ અગાઉ જૂન 2023 માં સરથાણામાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. ઝેરી દવા ગટગટાવી રત્નકલાકારના પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો. આ બનાવમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:38 pm, Sat, 28 October 23

Next Video