સુરત: માત્ર 10 રૂપિયામાં નક્લી જન્મનો દાખલો બનાવી આપનારા આરોપીની ધરપકડ- વીડિયો

|

Jan 25, 2024 | 11:58 PM

સુરતમાં 10 રૂપિયામાં નક્લી જન્મનો દાખલો બનાવી આપનારા સિન્ટુ યાદવ આખરે પોલીસના હાથે ઝડપાઈ છે. સુરત ઈકો સેલે રાષ્ટ્રવ્યાપી જન્મ મરણના નક્લી દાખલા બનાવી આપનારા શખ્સની ધરપકડ કરી છે. બિહારનો સિન્ટુ યાદવ કેટલીક વેબસાઈટના માધ્યમથી કૌભાંડ ચલાવતો હોવાનુ તપાસમાં સામ આવ્યુ છે.

માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ દાખલો બનાવી આપનાર શખ્સ. સિન્ટુ યાદવ આખરે પકડાઇ ગયો. સુરતના ઇકો સેલે રાષ્ટ્રવ્યાપી જન્મના નકલી દાખલાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જ્યારે ઇકો સેલને સુરત મનપા દ્વારા મળેલી માહિતીની તપાસ કરવામાં આવી. ત્યારે, તપાસમાં ફરિયાદની સત્યતા જણાતા જન્મના દાખલાનું બિહાર કનેક્શન સામે આવ્યું હતું. જે બાદ ઝારખંડ અને બિહારની બોર્ડર પરથી કૌભાંડના પર્દાફાશ થયો હતો.

તપાસમાં ખુલાસો થયો છે કે બિહારનો સિન્ટુ યાદવ નામનો ઇસમ, કેટલીક વેબસાઇટના માધ્યમથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. આ કૌભાંડ રાષ્ટ્રીય સુરક્ષામાં ચેડા સમાન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. અત્યાર સુધી શખ્સે દેશભરમાં હજારો લોકોને જન્મના નકલી દાખલા કાઢી આપ્યાનો ખુલાસો થયો છે. ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ધોરાજીના ધારાસભ્યે મારી પલટી, પહેલા કહ્યુ સાડા પાંચ લાખની લીડને લઈને બહુ ટેન્શન થાય છે હવે કહ્યુ લીડને લઈને નથી કોઈ ટેન્શન

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ કૌભાંડ રાષ્ટ્રીય સુરક્ષામાં ચેડા સમાન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. અત્યાર સુધી આરોપીઓએ દેશભરમાં હજારો લોકોને જન્મના નકલી દાખલા કાઢી આપ્યાનો ખુલાસો થયો છે…ઘટનાની ગંભીરતા જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Thu, 25 January 24

Next Article