Surat: પલસાણામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, બલેશ્વર ખાડી ઓવરફ્લો થતા હાઈવે બન્યા જળમગ્ન

|

Aug 16, 2022 | 4:17 PM

Surat: પલસાણા તાલુકામાં રાત્રિથી શરૂ થયેલા વરસાદ સવાર સુધી અવિરત વરસ્યો હતો. તાલુકામાં એકસાથે 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો બીજી તરફ બલેશ્વર ખાડી ઓવરફ્લો થતા હાઈવે પણ જળમગ્ન બન્યા છે જેના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સુરત (Surat)જિલ્લાના પલસાણા (Palsana) તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. એકસાથે મોટી માત્રામાં ભારે વરસાદ પડી જતા બલેશ્વર ખાડી ઓવરફ્લો થઈ છે. નેશનલ હાઈવે-48 પર ખાડીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ બાધિત થયો છે. નેશનલ હાઈવેથી બલેશ્વર જતા રસ્તાઓ પર પાણી ભરાઈ (Water Logging)જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ખાડીના પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલીનો કોઈ પાર રહ્યો નથી. નેશનલ હાઈવે (National Highway) પર પણ વ્યાપક માત્રામાં પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. પલસાણા ગામના રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

બલેશ્વર ખાડી ઓવરફ્લો થતા હાઈવે બન્યો જળમગ્ન

પલસાણામાં દર વર્ષે ભારે વરસાદ બાદ આ જ પ્રકારના દૃશ્યો સામે આવે છે. બલેશ્વર ખાડી ઓવરફ્લો થવાના કારણે માર્ગો પર પાણી ફરી વળે છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેના પગલે પલસાણા ગામમાં રાત્રિથી સવાર સુધીમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબકી જતા બલેશ્વર ખાડી ઓવરફ્લો થઈ છે અને ખાડીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે જેના કારણે બલેશ્વર ગામને જોડતો સમગ્ર માર્ગ બાધિત થયો છે. રસ્તાઓ જળમગ્ન બનતા સ્થાનિકોને આવવા-જવામાં ભારે મુસીબત વેઠવી પડે છે.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ મહેતા- પલસાણા, સુરત 

Published On - 4:16 pm, Tue, 16 August 22

Next Video