સુરત : અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં 13 સુરતીઓ હાજરી આપશે, સત્તાવાર આમંત્રણ મળ્યું , જુઓ વીડિયો

|

Jan 06, 2024 | 12:22 PM

સુરત : સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તા.22મી જાન્યુઆરી 2023ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં જૂજ આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે.

અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓને આમંત્રણ મળ્યું છે. રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂપિયા 25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા સુરતના દાતાઓને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહ્યા છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 25 અગ્રગણ્ય સાધુ સંતોને પણ અયોધ્યા ખાતેથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાગણ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાંથી કુલ 13 લોકોને અયોધ્યા ખાતે તા.22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ મળ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video