સન્ની દેઓલ અને ધર્મેન્દ્ર ‘બોર્ડર’ પહોંચ્યા! શામળાજી થઈને અયોધ્યા તરફ જવા નિકળ્યા, જુઓ

| Updated on: Jan 29, 2024 | 3:48 PM

મુંબઈથી અયોધ્યા જવા નીકળેલા ફિલ્મી સ્ટાર ધર્મેન્દ્રકુમાર અને તેમના પુત્ર સન્ની દેઓલના પરિવારને કાફલો અરવલ્લી જિલ્લાના મોડાસા પહોંચ્યો હતો. જ્યાં મોડાસા ગાજણ ટોલબુથ પર ચાહકની અચાનક નજર પડતા દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કંડાર્યા હતા.

અરવલ્લીના માલપુર થઈને અભિનેતા ધર્મેન્દ્ર કુમાર અને સન્ની દેઓલ તેમજ તેમનો પરિવાર મોડાસામાં પ્રવેશ કરી અયોધ્યા ખાતે જવા આગળ વધ્યો છે. મોટર માર્ગે અભિનેતા પરિવાર અયોધ્યા જવા માટે મુંબઈથી રવાના થયો હતો. સોમવારે બંને અભિનેતા રતનપુર બોર્ડર પર પહોંચી ત્યાથી ઉદયપુર તરફ નેશનલ હાઈવે પર આગળ વધ્યા હતા.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા

વડોદરા શામળાજી સ્ટેટ હાઈવે પર થઈને અભિનેતા પરિવાર ગોધરા અને લુણાવાડા થઈ મોડાસા પહોંચ્યો હતો. શામળાજી તરફ આગળ વધવા દરમિયાન ટોલ નાકા પર અભિનેતા પરિવાર નજર આવતા વાહન ચાલકો અને ટોલકર્મીઓ આશ્ચર્યમાં મુકાયા હતા. રતનપુર બોર્ડર થઈને અભિનેતાની કારનો કાફલો રાજસ્થાનમાં પ્રવેશ્યો હતો. અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરી મુંબઈ પરત ફરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો