વડોદરા MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વિરોધ પ્રદર્શન, ટેક્નોલોજી ફેક્લ્ટીનું ATKTનું રિઝલ્ટ જાહેર ન થતા વિરોધ
ટેક્નોલોજી ફેક્લ્ટીનું ATKTનું પરિણામ સમયસર જાહેર ન થતા વિદ્યાર્થીઓ નોકરી નથી મેળવી શકતા. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને વિદેશ જવું છે, તે પણ પરીક્ષા પરિણામમાં વિલંબના કારણે નથી જઇ શકતા. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી સંઘનું સિક્યુરિટી સાથે ઘર્ષણ સર્જાયું હતું. તેમની માગ છે, કે જલ્દી જ ટેક્નોલોજી વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવે.
વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વિકાસ સંઘે ટેક્નોલોજી વિભાગના ATKT પરીક્ષા પરિણામમાં વિલંબ થતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંઘે યુનિવર્સિટીના સત્તાધીશો અને પરીક્ષા વિભાગ પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, પરિણામ સમયસર જાહેર ન થતા વિદ્યાર્થીઓ નોકરી નથી મેળવી શકતા.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને વિદેશ જવું છે, તે પણ પરીક્ષા પરિણામમાં વિલંબના કારણે નથી જઇ શકતા. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી સંઘનું સિક્યુરિટી સાથે ઘર્ષણ સર્જાયું હતું. તેમની માગ છે, કે જલ્દી જ ટેક્નોલોજી વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવે.
આ પણ વાંચો મુંબઈ બોમ્બ બ્લાસ્ટ ધમકીનું પગેરૂ વડોદરામાં મળ્યું, ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની કરી ધરપકડ
તો, બીજી તરફ યુનિવર્સિટીના PROએ કહ્યું, કે પરીક્ષાનું પરિણામ 45 દિવસમાં આવી જાય તેવો કોઇ નિયમ નથી. જો કે પરિણામમાં વિલંબ થયો છે, તો કોઇ સમસ્યા હશે. તેની તપાસ કરીશું. તેમજ વિદ્યાર્થીઓના વિરોધ કરવાની પદ્ધતિને વખોડી હતી અને રજૂઆત કરવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાઇ છે. તેવા દાવા સાથે વિદ્યાર્થીઓને વિરોધની પદ્ધતિ બદલવાનો આગ્રહ કર્યો હતો.
