Rajkot: ભાદર-2 ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, કોઝ વે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાયા

|

Aug 17, 2022 | 3:47 PM

રાજકોટના (Rajkot) જેતપુરમાં કોઝવે ઉપર પાણી ફરી વળતાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે. પેઢલા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલય નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

રાજ્યમાં વરસાદી (Monsoon 2022) માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં રાજ્યના 246 તાલુકાઓમાં વરસાદ (Rain) ખાબક્યો છે. જેમાંથી 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લામાં સતત ત્રીજી વખત ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો ધોરાજીથી પોરબંદર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.

વિદ્યાર્થીઓ ફસાયા

બીજી તરફ રાજકોટના જેતપુરમાં કોઝવે ઉપર પાણી ફરી વળતાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે. પેઢલા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલય નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને શાળાએથી લઈ જાય. પરંતુ આ દરમિયાન વરસાદ અને પાણીનો પ્રવાહ વધતાં કોઝવે પરથી પસાર થઈ શકાય તેમ નથી.

કેટલાક વાલીઓ સ્કૂલમાં ફસાયા છે. કેટલાક કોઝવે પાસે પાણી ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક જીવના જોખમે બાળકોને લઈ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે.. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે અહીં ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. પુલનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં હજુ સુધી કામગીરી હાથ નથી ધરાઈ.

Next Video