Gandhinagar : સરકાર સાથે 7 કલાક ચાલેલી બેઠક બાદ ST નિગમના કર્મચારીઓનું આંદોલન પૂર્ણ, 25 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ થતા કર્મચારીઓમાં ખુશી

|

Sep 21, 2022 | 12:36 PM

એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું આજરોજ સુખદ સમાધાન થયુ છે. વિવિધ પડતર માગણીઓ સરકારે સ્વીકારી લેતા એસ.ટી. વિભાગના (ST Department) કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

રાજ્યમાં વિવિધ પડતર માગણીઓને લઇને સરકારના જ વિવિધ વિભાગના કર્મચારીઓનું આંદોલન (Movement) ચાલી રહ્યું હતુ. જો કે એસ.ટી. નિગમના (ST. corporation) કર્મચારીઓનું આંદોલન હવે પૂર્ણ થયુ છે. જેના કારણે સરકારને હવે થોડો હાશકારો થયો છે. ગાંધીનગરમાં (Gandhinagar) વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી અને એસ.ટી.ના કર્મચારી યુનિયનોના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં 25 વર્ષ જેટલી જૂની વિવિધ પડતર માગણીઓનો સ્વીકાર કરતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. વિવિધ પડતર માગણીઓ સરકારે સ્વીકારી લેતા એસ.ટી. વિભાગના (ST Department) કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

7 કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં નિર્ણય

એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું આજરોજ સુખદ સમાધાન થયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની બેઠક મળી હતી. સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મે7 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં 25 વર્ષ જેટલી જૂની વિવિધ પડતર માગણીઓનો સ્વીકાર કરતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગ્રેડ પે અને ભથ્થામાં વધારો કરવા સહિતની માગણીઓ સંતોષાતા એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં હર્ષની લાગણી છવાઇ છે.

વર્ષોની લડતનો આવ્યો અંત

છેલ્લા ઘણા સમયથી એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજુઆત સરકાર સમક્ષ કરતા હતા, જો કે તેનું નિરાકરણ આવતુ ન હતુ. જો કે લાંબા સમયથી ચાલતી લડતનો અંત આવતા એસટી વિભાગના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.

Next Video