ગુજરાતમાં પેપર લીક મુદ્દે ડીજીપી આશિષ ભાટિયાએ મહત્વનું નિવેદન આપ્યું

|

Dec 20, 2021 | 5:33 PM

ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું કે પેપર લીક થયા બાદ જેટલા લોકોએ તે  ખરીદયુ  છે. તેને સોલ્વ કરવામાં મદદ કરી છે. અને જેણે જેણે વેચ્યુ છે તે તમામની ધરપકડ કરવામાં આવશે.

ગુજરાત(Gujarat)  ગૌણ સેવા પસંદગી મંડળનુ(GSSSB)  હેડ ક્લાર્કની પરિક્ષાનુ પેપર લીક(Paper Leak)  થવા મામલે રાજ્ય પોલીસ વડાએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. આશિષ ભાટીયાએ(Ashish Bhatia)  જણાવ્યું કે  પેપર લીક થયા બાદ જેટલા લોકોએ તે  ખરીદયુ  છે. તેને સોલ્વ કરવામાં મદદ કરી છે. અને જેણે જેણે વેચ્યુ છે તે તમામની ધરપકડ કરવામાં આવશે.. સાથે જ સાથે જ પોલીસ આ કેસમાં વધુ ખુલાસા કરશે.

તેમજ અત્યાર સુધી 25 લોકો સુધી પેપર પહોંચ્યું હોવાનુ સામે આવ્યુ છે. આ સિવાય બીજા પાસે પહોચ્યુ હશે તો તેમના વિરુધ્ધ પણ પગલા લેવાશે. તેની સાથે જ ગુજસીટોકની કલમ અંગે તપાસ કર્યા બાદ નિર્ણય લેવાશે. તેમજ સુર્યા ઓફસેટના માલિક મુદ્રેશ ના જુનો ગુનાહિત ઇતિહાસ જોઈ પગલા લેવાના આદેશ ડીજીપી દ્વારા આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે. ગુજરાત સરકાર દ્વારા એક એક આરોપીને ઝડપવામાં આવી રહ્યા છે. તેમજ ગણતરીના કલાકોમાં આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા છે. તેમજ આ કેસમાં મુખ્ય 12 આરોપીમાંથી 11 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ આ વિધાર્થીઓને ન્યાય અપાવવા માટે સરકાર તત્પર છે. તેમજ કોઇપણ આરોપીને સરકાર છોડવા માંગતા નથી. તેમજ આ તપાસને વધુ આગળ ચલાવવામાં આવશે.

આ પણ વાંચો :  RAJKOT : ઑમિક્રૉનના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા, ત્રણેય દર્દીને સિવિલ હોસ્પિટલના ઑમિક્રૉન વોર્ડમાં રખાયા

આ પણ વાંચો :   Vibrant Gujarat Global Summit-2022 : નિકાસ પ્રેરિત વિકાસ’’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે : મુખ્યમંત્રી

 

Published On - 5:28 pm, Mon, 20 December 21

Next Video