Vadodara: રખડતા ઢોરે બાઇક સવાર પરિવાર પર કર્યો હુમલો, પતિ અને પત્ની ઇજાગ્રસ્ત, 7 વર્ષના પુત્રનો બચાવ

|

Sep 04, 2022 | 10:11 AM

વડોદરા (Vadodara) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર (Stray cattle) પર અંકુશ લાવવા અને ખુલ્લા ઢોર છોડી દેતા પશુપાલકો ઉપર કાર્યવાહી કરવા છતા અવારનવાર આ પ્રમાણે અકસ્માતના બનાવ બનતા હોય છે.

વડોદરામાં (Vadodara) રખડતા ઢોરનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. ગાજરાવાડીના કાળકા માતાના મંદિર પાસે રખડતા ઢોરે (stray cattle)  એક બાઇક પર સવાર પરિવાર પર હુમલો કર્યો છે. વાડી વિસ્તારમાં રહેતો પરિવાર ગણપતિના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, જેમાં પતિ અને પત્ની ઇજાગ્રસ્ત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ખસેડવામાં આવ્યા છે. તો તેમના 7 વર્ષના પુત્રનો બચાવ થયો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પર અંકુશ લાવવા અને ખુલ્લા ઢોર છોડી દેતા પશુપાલકો ઉપર કાર્યવાહી કરવા છતા અવારનવાર આ પ્રમાણે અકસ્માતના બનાવ બનતા હોય છે. તેમા પણ રાત્રિના સમયે આવા બનવા વધુ બનતા હોય છે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પણ રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની છે. રાત્રિના સમયે એક દંપતી ગણપતિના દર્શન માટે નીકળ્યા હતા. ત્યારે કાળકા માતાના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ઢોરે બાઇક સવાર આ પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર દંપત્તી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે તેમના 7 વર્ષના પુત્રનો આબાદ બચાવ થયો છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે તેમનું સ્વાસ્થ્ય થોડુ સુધરતા તેમને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જો કે સમગ્ર ઘટનામાં સવાલ થાય છે કે હાઇકોર્ટના આકરા આદેશ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યવાહી કરવાના દાવાઓ કરવામાં આવે છે. પશુપાલકો દ્વારા પણ પશુઓને રખડતા ન મુકવાનું કહેવામાં આવે છે. તેમ છતા આવી ઘટનાઓ બને છે. વડોદરામાં છેલ્લા 10 દિવસમાં 3 ઘટનામાં એકનું મોત થયુ છે. તો 6 ઇજાગ્રસ્ત થયા છે.

(વીથ ઇનપુટ-યુનુસ ગાઝી, વડોદરા)

Published On - 10:11 am, Sun, 4 September 22

Next Video