દાહોદ વીડિયો : માણેકચોક ખાતે બેફામ કાર ચાલકે 2 લોકોને લીધા અડફેટે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડાયા

|

Dec 10, 2023 | 12:11 PM

દાહોદમાં માણેકચોક ખાતે કારનો અકસ્માત થયો હતો. બેફામ કારે 2 લોકોને અડફાટે લેતાં ઈજાગ્રસ્ત થઈ હતા. તો અકસ્માત સમયે કારમાં 3 વ્યક્તિ હાજર હતા. જેમાં અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આવી એક ઘટના દાહોદમાં સામે આવી છે. દાહોદમાં માણેકચોક ખાતે કારનો અકસ્માત થયો હતો. બેફામ કારે 2 લોકોને અડફાટે લેતાં ઈજાગ્રસ્ત થઈ હતા. તો અકસ્માત સમયે કારમાં 3 વ્યક્તિ હાજર હતા. તો અકસ્માત સર્જયા બાદ બે વ્યક્તિ સ્થળ પરથી ફરાર થયો હોવાની ઘટના બની હતી. તો પકડાયેલા યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. તો કારની અડફેટે આવેલા બંને લોકોની હાલત ગંભીર જોવા મળી છે. તો બંન્ને ઈજાગ્રસ્તોને હાલ વડોદરા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

તો બીજી તરફ વડોદરાના ડભોઈમાં કારની અડફેટે બે યુવાનોના મોત થયા છે. તો ડભોઈના પણસોલી ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બાઈકસવાર બે યુવાનોને અડફેટે લેતા મોત થયુ હતુ.તો બંને મૃતક યુવાનો છોટાઉદેપુરના રહેવાસી હોવાનું સામે આવી છે. તો અકસ્માત સર્જનાર ફરાર થયો હોવાનું સામે આવ્યુ છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video