આજનું હવામાન : શિયાળાની વિદાય વચ્ચે કેટલાક જિલ્લામાં થશે ગુલાબી ઠંડીનો અહેસાસ, જુઓ વીડિયો

|

Feb 25, 2024 | 9:00 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, જુનાગઢ, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, જુનાગઢ, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અમદાવાદ, અમરેલી, ભરુચ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ખેડા, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

દાહોદ જિલ્લામાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી,બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર,જામનગર, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે વલસાડ,નવસારી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video