ચૂંટણી પ્રચારમાં ભાજપના આ નેતા ભૂલ્યા ભાન ! એવો બફાટ કર્યો કે ન પુછો વાત, જુઓ VIDEO

|

Nov 25, 2022 | 11:51 AM

Ahmedabad : આ વીડિયોમાં નેતાજી બોલવામાં કેવો બફાટ કરે છે તે સ્પષ્ટપણે સાંભળી શકાય છે. દરેક વાક્યમાં તેઓ ભૂલ ભરેલા શબ્દો બોલતા સાંભળવા મળે છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ચૂંટણીમાં પ્રચારની સાથે-સાથે સભા દરમિયાન કેટલાક નેતાઓ બફાટ કરતા પણ જોવા મળે છે. કહેવાય છે કે નેતાઓ બોલવામાં કોઈને ના પહોંચે પણ અમદાવાદના શાહપુરમાં સભા વખતે મંચ પર બોલવા ઉભા થયેલા દરિયાપુરના ભાજપના ઉમેદવાર કૌશિક જૈને એવું ભાષણ કર્યું કે, લોકોએ તેનો રમૂજી વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

દરિયાપુરના ભાજપના ઉમેદવાર કૌશિક જૈનનો વિડીયો વાયરલ

આ વીડિયોમાં નેતાજી બોલવામાં કેવો બફાટ કરે છે તે સ્પષ્ટપણે સાંભળી શકાય છે. દરેક વાક્યમાં તેઓ ભૂલ ભરેલા શબ્દો બોલતા સાંભળવા મળે છે. જે સાંભળીને મંચ પર ઉપસ્થિત મોટા ગજાના નેતાઓ અને લોકો ચોંકી ઉઠ્યા હતા.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રેકોર્ડ તોડશે. ભાજપ અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો જીતીને અને કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો મેળવશે. અમદાવાદમાં પ્રચાર માટે આવેલા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે PMની વ્યાખ્યા સમજાવતા કહ્યું કે P એટલે પરસેવો અને M એટલે મહેનત. પીએમ મોદી દેશના વિકાસ માટે સખત પરિશ્રમ કરી પરસેવો પાડી પાડી રહ્યા છે. ગુજરાતમાં ભાજપની જીત માટે સખત મહેનત કરી રહ્યા છે.

Published On - 11:49 am, Fri, 25 November 22

Next Video