Botad : લાઉડ સ્પીકર વિવાદમાં ફસાયેલા આરોપી સીરાજના ઘર પર વહીવટી તંત્રે ફેરવ્યું બુલડોઝર, જાણો શું છે સમગ્ર મામલો ?

|

May 10, 2022 | 11:50 AM

હાલ આરોપી સીરાજના ઘર પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે,કારણ કે સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યુ હતુ.

મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડ સ્પીકર વિવાદ (Loud Speaker Controversy) હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે.બોટાદમાં (Botad) હિન્દૂ મંદિરો પર લાઉડ સ્પીકરને લઈને સીરાજ નામના યુવકે ધમકી આપી હતી.જે બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. તમને જણાવવું રહ્યું કે, સીરાજ ઉર્ફે શેરું ડોન સામે અત્યાર સુધીમાં 34 ફરિયાદ નોંઘાઈ ચૂકી છે.હાલ આરોપી સીરાજના (Siraz) ઘર પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે,કારણ કે સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યુ હતુ.

સીરાજના ગુનાહિત ઇતિહાસમાં પોલીસ ચોપડે 34 જેટલી FIR

લાઉડ સ્પીકર ધમકીના મામલે બોટાદ પોલીસે 2 દિવસ પહેલા જ તેની ધરપકડ કરી હતી.હવે તેની તમામ ગેરકાયદેસર સંપત્તિ (Illegel Property) પર બુલડોઝર ફેરવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.આરોપી સીરાજ અને ગુનાને જુનો નાત હોય તેવુ લાગી રહ્યુ છે, કારણ કે અત્યાર સુધીમાં સીરાજના ગુનાહિત ઇતિહાસમાં પોલીસ(Botad Police)  ચોપડે 34 જેટલી FIR નોંધાઈ ચૂકી છે.

રાજ્યમાં બુલડોઝરનો મામલો વધુ વણસ્યો

આ પહેલા ખંભાતમાં પણ વહીવટીતંત્ર(Administration)  દ્વારા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવીને દરગાહની બાજુમાં આવેલી 7 જેટલી કેબિનો તોડી પાડી હતી.જે બાદ મામલો વિસક્યો હતો.ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખરગોનમાં પણ પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓ અને પથ્થરબાજોની ગેરકાયદેસર મિલકતો તોડી પડાઈ હતી.

Next Video