AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi dwarka: ખંભાળીયાનો સિંહણ ડેમ ફરી થયો ઓવરફ્લો, ખંભાળીયા પંથકમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ

Devbhoomi dwarka: ખંભાળીયાનો સિંહણ ડેમ ફરી થયો ઓવરફ્લો, ખંભાળીયા પંથકમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 11:32 PM
Share

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તેમજ આસપાસના પંથકની જીવાદોરી સમાન સિંહણ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ખંભાળીયા પંથકમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ રહેતાં સિંહણ ડેમ ચાલુ સીઝનમાં બીજી વખત છલકાયો છે.

Devbhoomi dwarka: દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તેમજ આસપાસના પંથકની જીવાદોરી સમાન સિંહણ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ખંભાળીયા પંથકમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ રહેતાં સિંહણ ડેમ ચાલુ સીઝનમાં બીજી વખત છલકાયો છે. ડેમ છલકાવાને કારણે આહલાદક વાતાવરણ ઉભું થતાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંહણ ડેમ સલાયા પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોને પીવાનું તેમજ સિંચાઇનું પાણી પુરૂ પાડતો મુખ્ય ડેમ છે.

ઘી ડેમ બીજી વાર થયો ઓવરફલો

દ્વારકા જિલ્લામાં શ્રીકાર વર્ષાને પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો ઘી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ સિઝનમાં બીજી વખત છલકાયો છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદી માહોલ રહેતા ઘી ડેમ બીજી વખત ઓવરફલો થયો છે. ખંભાળિયામાં જાણે ભાદરવે મેઘરાજા ભરપૂર વરસવાના મિજાજમાં હોય તેમ સોનીબજાર, લુહાર શાળ, ગુજરાત મીલ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. સતત વરસાદને પગલે શહેરમાં આવેલો ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ડેમ ભરાઈ જતાં ખંભાળીયા શહેરને આગામી ઉનાળામાં પીવાના પાણીની તકલીફનો સામનો કરવો નહીં પડે.

આ ડેમના પાણીથી ખંભાળિયા શહેર તેમજ આસપાસના 7 ગામોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂ પાડવામાં આવે છે આથી આ ડેમ છલકાતા સ્થાનિકોમાં પણ આનંદ વ્યાપી ગયો હતો અને ખેડૂતોએ રાહત અનુભવી હતી. ખંભાળિયામાં છેલ્લા 4 દિવસમાં પાચેક ઇંચ જેવો વરસાદ વરસી ચૂક્યો છે અને પંથકમાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદને પગલે વાતાવણમાં અતિશય ઠંડક વ્યાપી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">