આશાબેનના નિધનને લઇ શોકમય બન્યું સમગ્ર ઊંઝા, વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી

|

Dec 13, 2021 | 10:02 AM

Unjha MLA Ashaben Patel: અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ઊંઝા ખાતે આજે તેમની અંતિમ યાત્રા નીકળી. આજે ઊંઝાના વેપારીઓએ સ્વંભૂ બંધ પાળ્યું.

Mehsana: આશાબેનના (Ashaben Patel) નિધનને લઇ સમગ્ર ઊંઝા શોકમય બની ગયું છે. ઊંઝા શહેરના તમામ બજારો તેમજ સમગ્ર માર્કેટ યાર્ડ બંધ કરવામાં આવ્યા છે. વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જણાવી દઈએ કે આશાબેન ઊંઝાના ધારાસભ્ય (Unjha MLA) હતા.

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની આજે સવારે અંતિમ યાત્રા નીકાળવામાં આવી. તો ઉંઝા APMC ખાતેથી અંતિમ યાત્રા નીકળી છે.અંતિમ યાત્રા ઉંઝાના વિશોળ ગામે જશે. ત્યારબાદ ત્યાંથી સિદ્ધપુર જશે.અને 10- 30 વાગ્યા આસપાસ સિદ્ઘપુરના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આશાબેનના અંતિમ સંસ્કારમાં પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપ્રધાનજગદીશ પંચાલ સહિતના નેતા હાજર રહેશે એવા અહેવાલ આવ્યા હતા. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગઇકાલે આશા પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. આશા પટેલને ડેન્ગ્યું થયું હતો.તેમના શરીરમાં ઇન્ફેકશન વધારે ફેલાઈ ગયું હોવાથી મલ્ટી ઓર્ગન ફેઈલ થયા હતા. જેથી સારવાર દરમિયાન તેમનું નિધન થયું. આશા પટેલના નિધનને લઇને ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોમાં શોકની લાગણી જોવા મળી છે.

તો ગઈકાલે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનો પાર્થિવ દેહ તેમના APMCમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સહિતના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓએ મૃતકના અંતિમ દર્શન કર્યા. ઊંઝા APMCમાં ભાજપના આગેવાનો, પદાધિકારીઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

 

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઓચિંતી મુલાકાત, સ્વજનના અવસાનને લઈને આવી રહ્યા છે અમદાવાદ

આ પણ વાંચો: દુબઈની સરકાર વિશ્વની પહેલી 100 ટકા પેપરલેસ સરકાર બની, ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને આપી માહિતી

Next Video