Vadodara: પોલીસ જાપ્તામાંથી ફરાર શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોનીને શોધવા પોલીસ એક્શનમાં, જાપ્તામાં હાજર પોલીસ કર્મચારીઓ શંકાના દાયરામાં

|

May 07, 2022 | 8:36 AM

અનિલ ઉર્ફે એન્થોની વડોદરાના (Vadodara) વારસિયાનો રહેવાસી છે. એન્થોની ગંગવાણી કુખ્યાત હરજાણી ગેંગનો સાગરીત છે. છોટાઉદેપુર પોલીસે (Chhota udepur police) એન્થોનીને નકલી કરન્સીના કેસમાં પકડ્યો હતો.

વડોદરામાં (Vadodara)  કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની છોટાઉદેપુર પોલીસના (Chhota Udepur police) જાપ્તામાંથી ફરાર થયો છે. અનિલ ઉર્ફે એન્થોનીને વડોદરાની SSG હોસ્પિટલમાં (SSG Hospital) સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ સયાજીગંજ સ્થિત હોટેલમાંથી તે ફરાર થયો છે. હોટલમાં રોકાયા બાદ મોપેડ પર તે ફરાર થઇ ગયો હતો. હોટલમાં એન્થોનીને બે મહિલાઓ મળવા આવી હતી. બે પૈકી એક મહિલા એન્થોનીની બહેન હોવાની શક્યતા છે.

જાપ્તામાં હાજર પોલીસ કર્મચારીઓ શંકાના દાયરામાં

અનિલ ઉર્ફે એન્થોની વડોદરાના વારસિયાનો રહેવાસી છે. એન્થોની ગંગવાણી કુખ્યાત હરજાણી ગેંગનો સાગરીત છે. છોટાઉદેપુર પોલીસે એન્થોનીને નકલી કરન્સીના કેસમાં પકડ્યો હતો. જો કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તે છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગઇ હતો. જે બાદ જાપ્તાના પોલીસ સ્ટાફે રાવપુરા પોલીસને ફરિયાદ કરી હતી. હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો ધમધધાટ શરૂ કર્યો છે. જો કે જાપ્તામાં હાજર પોલીસ કર્મચારીઓ શંકાના દાયરામાં છે.

CCTV ફૂટેજની ચકાસણી શરૂ

શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થઇ જતા ઝોન 2 DCP, સી ડિવિઝન ACP મેઘા તેવાર સહિતના અધિકારીઓ તાત્કાલિક રાવપુરા પોલીસ મથકે પહોંચી ગયા હતા. હાલમાં વિવિધ સ્થળોના CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અનિલ ઉર્ફે એન્થોનીના છૂપાવવાના સંભવિત સ્થળો પર વડોદરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરી રહી છે. એન્થોનીને શોધવા રાવપુરા પોલીસે પૂરજોશમાંં તપાસ શરુ કરી છે.

Next Video