શામળાજી નજીકથી 1 કરોડ રોકડા ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

|

Mar 24, 2024 | 4:45 PM

લોકસભાની ચૂંટણી પહેલા જ શામળાજી નજીકથી રાજસ્થાન તરફથી ગુજરાત આવી રહેલ કારમાંથી 1 કરોડ રુપિયાની રોકડ ઝડપાઇ છે. એક કરોડ રકમને કારના ગુપ્ત ખાનામાં સંતાડીને લાવવામાં આવી રહી હતી એ દરમિયાન શામળાજી પોલીસે ઝડપી લીધી હતી. રકમને જપ્ત કરીને પોલીસે કાર ચાલકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

લોકસભાની ચૂંટણીને લઈ હવે બોર્ડર જિલ્લાની પોલીસ દ્વારા દારુ અને રોકડ સહિત કિંમતી ચીજોની હેરાફેરીને લઈ સતર્કતા દાખવવામાં આવી રહી છે. આ દરમિયાન જ અરવલ્લીના શામળાજી પોલીસ દ્વારા એક કારને એક કરોડની રકમ સાથે જપ્ત કરવામાં આવી છે. કારમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં એક કરોડ રુપિયા સંતાડીને લઇ લાવવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો: સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો

વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર અણસોલ પાસેની ચેકપોસ્ટ પરથી પસાર થતી નજર આવતા જ પોલીસે તેને રોકી હતી. કારની તલાશી લેતા ગુપ્ત ખાનામાં સંતાડેલ 21 બંડલ બનાવીને રાખવામાં આવેલ એક કરોડ રુપિયાની રકમ હાથ લાગી હતી. પોલીસે કાર ચાલક પર્વતસિંહ શંભુસિંહ રાજપૂતની અટકાયત કરી છે. જે રાજસ્થાનના બિલ્લુકા ઘોડા, તા. સલુમ્બરનો રહેવાસી હોવાનું જણાવ્યુ હોવાની વિગતો એએસપી સંજયકેશવાલાએ જણાવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:44 pm, Sun, 24 March 24

Next Video