કોરોના વધતા અમદાવાદની કેટલીક સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, વિદ્યાર્થીઓ ફરી ઓનલાઈન શિક્ષણના સહારે

કોરોના વધતા અમદાવાદની કેટલીક સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, વિદ્યાર્થીઓ ફરી ઓનલાઈન શિક્ષણના સહારે

| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:33 AM

અમદાવાદની કેટલીક શાળાઓએ કોરોનાના કેસોમાં વધારો થવાને કારણે ઓફલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. ચાલો જાણીએ.

Ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોનાનું (Corona in school) સંક્રમણ વધતા કેટલીક સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ (Offline teaching) બંધ કરી દીધું છે. કોરોનાના કેસોમા વધારો થતા કેટલીક સ્કુલોમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ (Online education) શરુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શહેરમાં અનેક સ્કૂલો એવી છે કે જેણે ઓફલાઇન અભ્યાસ બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે અગાઉ પુખ્ત વયના લોકોમાં કોરોના વધુ હતો. તો હવે બાળકો એની ચપેટમાં આવી રહ્યા છે. એક તરફ 3 જાન્યુઆરીથી બાળકોની વેક્સિનની શરૂઆત થઇ ગઈ છે. જેમાં 15-18 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ આ પહેલા અનેક બાળકો કોરોના સંક્રમિત થયા છે. અને હજુ વધુ બાળકોને કોરોના થઇ રહ્યો છે. આવા સમયમાં સરકાર તરફથી તો શાળા બંધ કરવાની કોઈ જાહેરાત નથી. પરંતુ શાળા સંચાલકો હવે સ્વેચ્છાએ શાળા બંધ કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Bulli Bai Case: વાંચો બુલ્લી બાઈ એપનું નેપાળ કનેક્શન શું છે! ખૂબ જ ગરીબ ઘરની માસ્ટરમાઇન્ડ છોકરી, તાજેતરમાં ટ્વિટર હેન્ડલ બદલ્યું

આ પણ વાંચો: UP Election 2022: ઓમિક્રોનના ભય વચ્ચે ભાજપ મન કી બાત લોકો સુધી હાઇટેક રીતે પહોંચાડશે, ચૂંટણીમાં વર્ચ્યુઅલ રેલીના સંકેતો

Published on: Jan 05, 2022 09:25 AM