Ahmedabad : સાયરસ મિસ્ત્રીના નિધન બાદ ટ્રાફિક પોલીસ સક્રિય, ત્રણ દિવસની સીટ બેલ્ટ ડ્રાઈવનો આજે બીજો દિવસ

|

Sep 08, 2022 | 10:48 AM

આ ડ્રાઈવનો હેતુ કારમાં (Car) બેઠેલા તમામ વ્યકિતઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો છે.

કાર અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ, કારમાં પાછળની સીટ પર બેઠેલા મુસાફરોએ પણ સીટ બેલ્ટ બાંધવા માટે અમદાવાદ શહેર (Ahmedabad)  ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic police) સક્રિય થઈ છે. શહેરમાં સીટ બેલ્ટને લઈ ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.આજે સીટ બેલ્ટ ડ્રાઈવના બીજા દિવસે કારમાં પાછલી સીટમાં બેઠેલા લોકોને સીટ બેલ્ટ બાંધવા માટે કરાશે જાગૃત. જો કે ડ્રાઈવ અંતર્ગત પહેલા દિવસે પોલીસે (Ahmedabad police) સીટ બેલ્ટ વગરના 50 લોકોને દંડ ફટકાર્યો છે. સીટબેલ્ટ વગરના વાહનચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ડ્રાઈવનો હેતુ કારમાં (Car) બેઠેલા તમામ વ્યકિતઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો છે.

માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ ઘટાડવા સરકારનો નિર્ણય

સરકાર આ નિયમ લાવી રહી છે કેમકે ભારતમાં રોડ દુર્ઘટનાઓ (Road Accident) વધી રહી છે.દેશમાં 1 વર્ષની અંદર 500,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ છે.રોડ દુર્ઘટનામાં 60 ટકા જેટલા લોકો 18 થી 34 વર્ષની ઉંમરના હોય છે, ત્યારે હવે પાછળની સીટ પર બેસનારે પણ સીટ બેલ્ટ પહેરવો પડશે.જોકે આ અંગે જે લોકો કાર ચલાવે છે તેઓ શું માને છે. તે જાણવાનો Tv9એ પ્રયાસ કર્યો તો મોટાભાગના લોકો માને છે કે માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુમાં ઘટાડો કરવા કારમાં તમામ લોકોએ સીટ બેલ્ટ પહેરવો જોઈએ.

 

Next Video