Valsad: વરસાદને પગલે ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠયા

|

Jul 21, 2021 | 6:06 PM

વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ 35 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે.

Valsad: જિલ્લામાં સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. આ વચ્ચે ધરમપુર (Dharampur) અને કપરાડા (Kaprada) તાલુકાના ડુંગરાળ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠયા છે. વરસાદને પગલે જંગલ વિસ્તારના નાના મોટા ઝરણાઓ પણ વહેતા થયા છે. ધરમપુર તાલુકા વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ પણ સક્રિય થયો છે. શંકર ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ કોરોનાને કારણે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.

 

 

વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ 35 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં 1 લાખ 97 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.

 

ડેમમાંથી દમણગંગા નદીમાં નદીના ભરપૂર પાણી છોડાતા નદી તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સલામતીના ભાગ રૂપે નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. મધુબન ડેમ અને દમણ ગંગા નદીની પરિસ્થિતિ પર દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લા તંત્રની નજર છે.

 

આ પણ વાંચો: Gujarat Top News: કોરોનાની ત્રીજી લહેર પહેલાની તૈયારી કે પછી વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

Next Video