અરવલ્લીઃ રેતી-માટી દર્શાવી બોક્સાઇટ ગુજરાતથી રાજસ્થાન મોકલવાનું કૌભાંડ ઝડપાયુ, 7 ટ્રેલર ટ્રક ઝડપાયા

|

Mar 16, 2024 | 10:12 PM

અરવલ્લી જિલ્લામાં રાજ્યના ખાણ અને ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા કાર્યવાહી કરાતા રેતી-માટીના નામે બોક્સાઇટ ખનીજને રાજસ્થાન હેરફેર કરવામાં આવતું હોવાનું ઝડપાયું છે. 7 જેટલા મોટા ટ્રેલર ટ્રકને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પરંતુ તંત્ર સામે આ ફરિયાદો માત્ર રજૂઆતો જ બની રહેતી હોય છે. જોકે આ દરમિયાન આવી ગેરકાયદેસર હેરફેરને લઈ રાજ્યના ખાણ અને ખનીજ વિભાગે કાર્યવાહી અરવલ્લી જિલ્લામાં હાથ ધરી છે. જેને લઈ ધનસુરા વિસ્તારમાંથી બોક્સાઇટનો જથ્થો રાજસ્થાન હેરફેર કરવામાં આવતું કૌભાંડ ઝડપવા રુપ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી

રાજ્યની ફ્લાઈંગ સ્ક્વોડે દરોડો પાડતા 7 જેટલા વિશાળ ટ્રક ટ્રેલરને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જેમાં રેતી-માટીને પાસ દર્શાવીને બોક્સાઇટ ખનીજની હેરફેર કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. ફ્લાઇંગ સ્ક્વોડે આવી 7 ટ્રેલર ટ્રકને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. કુસલ 2.75 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને આખાય પ્રકરણની તપાસ શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video