PATAN : ડીસા હાઈવે પણ એક જ બ્રીજનું બે-બે વાર લોકાર્પણ થયું, જાણો શું છે સમગ્ર મામલો

|

Dec 29, 2021 | 6:46 PM

Saraswati Bridge in Patan : 26 ડિસેમ્બરે ધારાસભ્ય કિરીટ પટેલે ઉદ્ધાટન કર્યુ હતું અને આ જ બ્રિજનું આજે 29 ડિસેમ્બરે રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ લોકાર્પણ કર્યુ.

PATAN માં બ્રિજ લોકાર્પણને લઇ હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો. જેમાં એક જ બ્રિજનું બે-બે વાર લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાટણ-ડીસા હાઇવે પરના સરસ્વતી બ્રિજ (Saraswati Bridge)નું 26 ડિસેમ્બરે ધારાસભ્ય કિરીટ પટેલે ઉદ્ધાટન કર્યુ હતું અને આ જ બ્રિજનું આજે 29 ડિસેમ્બરે રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ લોકાર્પણ કર્યુ. મહત્વનું છે કે, ઘણા સમયથી બ્રિજ બનીને તૈયાર હતો.જો કે, લોકાર્પણ ન થયું હોવાથી લોકોને લાભ મળતો નહોતો.તેથી લોકોને હાલાકીને જોઇને ધારાસભ્ય કિરીટ પટેલે લોકાર્પણ કરી નાખ્યું હતું.

આ બ્રીજનું કામ ઘણા સમયથી પૂર્ણ થઇ ગયું હતું, જો કે મંત્રી અને નેતા પોતાના હસ્તે લોકાર્પણ થાય એની રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ રાહદારીઓ અને વાહનચાલકોને અગવડ પડી રહી હતી. આ વાતને ધ્યાને લેતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 3 દિવસ પહેલા 26 ડિસેમ્બરે લોકાર્પણ કરી નાખ્યું હતું.

આજે 29 ડિસેમ્બરે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ભાજપ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે આ જ બ્રીજનું લોકાર્પણ કર્યું. આમ 4 દિવસના ટૂંકા ગાળામાં એક જ બ્રીજનું બે-બે વાર લોકાર્પણ કરવામાં આવતા આ સમગ્ર ઘટના હાસ્યાસ્પદ બની છે અને ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો : MORBI : નવયુગ વિદ્યાલયના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાળાને સાત દિવસ બંધ કરાઇ

આ પણ વાંચો : JAMNAGAR : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 370 લાભાર્થીઓને 1.66 કરોડની સહાય ચૂકવાઇ

Published On - 6:45 pm, Wed, 29 December 21

Next Video