GODHARA : 4 માસથી પગાર ન મળ્યાનો આક્ષેપ, ગોધરા નગરપાલિકાના 50થી વધુ સફાઇ કર્મચારી હડતાળ પર ઉતર્યા

|

Dec 13, 2021 | 11:01 PM

ગોધરા નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર મુકેશ પટેલે કહ્યું કે સફાઈ કામદારો તેમનું KYC કરાવતા નથી. KYC માટે નગરપાલિકા બે દિવસથી કેમ્પ ચલાવે છે, પણ પોતાનું KYC પૂરું કરવાની જવાબદરી સફાઈ કર્મચારીઓની છે અને તેઓ આળસ કરી રહ્યાં છે.

PANCHMAHAL : પંચમહાલની ગોધરા નગરપાલિકાના 50થી વધુ સફાઇ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 4 માસથી પગાર અને પીએફના નાણાં જમા ન થયા હોવાના આરોપ સાથે સફાઇ કામદારો હડતાળ પર ઉતર્યા છે.સફાઇ કામદારોનો આરોપ છે નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.તો બીજી તરફ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે સફાઇ કામદારોના આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે કર્મીઓ KYC કરાવવામાં આળસ કરી રહ્યાં છે.

આ અંગે એક સફાઈ કામદારે કહ્યું કે અમારા પીએફના પૈસા એક પણ જગ્યાએ રેકોર્ડ પર બોલતા નથી.તેમણે કહ્યું ગોધરા નગરપાલિકાએ સપ્ટેમ્બર મહિનાથી પગાર ચૂકવ્યો નથી. સફાઈ કામદારોને પરિવારનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

આ સમગ્ર મામલે ગોધરા નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર મુકેશ પટેલે કહ્યું કે સફાઈ કામદારોની ભરતીનો પ્રશ્ન કોર્ટકેસમાં અટવાયેલો છે. સફાઈ કર્મચારીઓના પીએફના નાણા અને પગાર બાબતે તેમણે કહ્યું કે સફાઈ કામદારો તેમનું KYC કરાવતા નથી. KYC માટે નગરપાલિકા બે દિવસથી કેમ્પ ચલાવે છે, પણ પોતાનું KYC પૂરું કરવાની જવાબદરી સફાઈ કર્મચારીઓની છે અને તેઓ આળસ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : AHMEDABAD : હાથીજણ DPS સ્કૂલની માન્યતા નહીં આપવાના નિર્ણયને હાઈકોર્ટે રદ્દ કર્યો

આ પણ વાંચો : GANDHINAGAR : હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ, પરીક્ષાના સમય પહેલા પેપર પહોચ્યાના આરોપ

Published On - 10:43 pm, Mon, 13 December 21

Next Video