Sabarkatha: હાથમતી નદીના જળસ્તરમાં વધારો થતા જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ, સ્થાનિકોને 7 કિમી ફરીને જવા મજબુર

|

Aug 26, 2022 | 2:40 PM

Sabarkatha: છેલ્લા બે દિવસથી હાથમતી નદીનુું જળસ્તર સતત વધતા હિંમતનગર-જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે સ્થાનિકોની હાલાકી વધી છે. કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોને 7 કિલોમીટર ફરીને જવુ પડે છે. 

સાબરકાંઠા (Sabarkatha)માં હાથમતી(Hathmati) નદીના જળસ્તરમાં વધારો થયો છે. હિંમતનગર, જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જાંબુડી- આંબાવાડા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે (Causeway)પરથી અવરજવરને બંધ કરી દેવાઈ છે. કોઝવે બંધ થતા સ્થાનિકોને સાત કિલોમીટરનું અંતર વધુ કાપવુ પડે છે. હાથમતી નદીના જળસ્તરમાં વધારો થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ફરી-ફરીને જવાની ફરજ પડી રહી છે. હિંમતનગર જાંબુડી નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થતા કોઝવેને અવરજવર માટે બંધ કરી દેવાયો છે.

હાથમતી નદીમાં જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ

છેલ્લા બે દિવસથી હાથમતી નદીનું જળસ્તર વધી રહ્યુ છે. જેના કારણે સ્થાનિક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેમા જાંબુડી, આંબાવાડા, મનહરપુરા વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એકતરફ રાહતની વાત છે કે નદીઓમાં અને જળાશયોમાં પાણીનુ જળસ્તર વધ્યુ છે. જેના કારણે જિલ્લામાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે. તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

 સાત કિલોમીટર ફરીને જવા મજબુર સ્થાનિકો

હિંમતનગર, જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને સાત કિલોમીટર સુધીનું અંતર વધુ કાપવુુ પડે છે અને ફરીને જવુ પડે છે. જેના કારણે તેમના સમયની પણ બર્બાદી થાય છે. તંત્ર દ્વારા પણ તકેદારીના પગલે કોઝવે પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે.  હાલ તો કોઝવે પરથી પાણી ઉતરે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- અવનિશ ગોસ્વામી- સાબરકાંઠા  

Next Video