Sabarkantha: ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી, પોલીસે અંબાજી મંદિરે ધજા અર્પણ કરી, જુઓ Video

| Updated on: Sep 29, 2023 | 4:21 PM

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ મોટી સંખ્યામાં આજે મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. દરેક પુનમે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. ભાદરવી પૂર્ણિમાનુ મહત્વ વિશેષ હોવાને લઈ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરતા હોય છે. ભક્તોની ભીડ અહીં દર્શન કરવા માટે ઉમટી હતી.

આ પણ વાંચોઃ Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video

સાબરકાંઠા પોલીસ દ્વારા પણ અહીં ધજા ચડાવવા માટેની પરંપરા છે. સાબરકાંઠા પોલીસ દ્વારા આજે અંબાજી મંદિરે ધજા અર્પણ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા આ પરંપરા નિભાવવામાં આવતી હોય છે. ખેડબ્રહ્મા મંદિરને નાના અંબાજી તરીકે ભક્તોમાં ઓળખ ધરાવે છે. અહીં પૌરાણીક અંબાજીનુ મંદિર આવેલુ છે. અંબાજી જતા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરીને આગળ વધતા હોય છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 29, 2023 04:20 PM