કમોસમી વરસાદથી ખેતીને ફટકો: સાબરકાંઠા-અરવલ્લીના ખેડૂતોના પાક બગડ્યા, ફલાવરના પાકને વ્યાપક નુકસાન

|

Jan 07, 2022 | 8:46 AM

કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળો વરસતા મોટાભાગના શાકભાજી બગડી ગયા.

Sabarkantha: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી (Unseasonal Rain) ખેતીને (Farming) ભારે નુકસાન પહોંચ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળો વરસતા મોટાભાગના શાકભાજી બગડી ગયા. પ્રાંતિજ વિસ્તાર ફલાવરની ખેતીમાં અવ્વલ ગણાય છે. જેની માગ દિલ્હી, મુંબઈ, ઉદયપુરમાં રહેલી છે. પરંતુ પાછલા બે-ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ અને વરસાદથી ફલાવરમાં ફૂગ અને કાળા ડાઘા પડી જાય છે.

વાતવરમાં પલટો આવવાના કારણે ફલાવરનો પાક બરાબર ઉગતો નથી. આ ડાઘા પડી ગયેલા ફલાવર વહેલા બગડી જતા હોવાથી માર્કેટમાં તેનો યોગ્ય ભાવ પણ મળતો નથી.

પ્રાંતિજ વિસ્તારના ખેડૂતોને વીઘા દીઠ 30 હજાર આસપાસનો ખર્ચ થાય છે. ખેડૂતોને 60 થી 65 દિવસની મહેનતના અંતે પાક વેચીને રોકડા કરવાનો સમય આવે છે. બરાબર આ સમયે જ વરસાદ પડતા મોંઘા બિયારણ, દવા, મુશ્કેલીરૂપ માવજતનો ખર્ચ એળે ગયો છે. પહેલા 20 કિલો ફલાવરના 800 રૂપિયા મળતા હતા. જે હવે વરસાદ પડ્યા બાદ માંડ 300થી 400 રૂપિયા જ મળે છે.

 

આ પણ વાંચો: Kutch: આ બેદરકારી કોની? બેરીકેટ હોવા છતાં ખુલ્લી ગટરવાળા રસ્તા પર ગયા લોકો, પછી શું થયું જુઓ વિડીયો

આ પણ વાંચો: જમાલપુરના રઉફ બંગાળી દ્વારા ખુબ વિશાળ પતંગ બનાવાયો, જેમાં PM ની તસ્વીર સાથે અપાયો આ સંદેશ

Next Video