Kutch: આ બેદરકારી કોની? બેરીકેટ હોવા છતાં ખુલ્લી ગટરવાળા રસ્તા પર ગયા લોકો, પછી શું થયું જુઓ વિડીયો

Kutch: આ બેદરકારી કોની? બેરીકેટ હોવા છતાં ખુલ્લી ગટરવાળા રસ્તા પર ગયા લોકો, પછી શું થયું જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:28 AM

ભુજનો ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો. જો કે વિડીયો જોઇને નક્કી કરવું અઘરું છે કે આ બેદરકારી નગરપાલિકાની છે કે લોકોની.

Kutch Bhuj: ભૂજ નગરપાલિકાની (Bhuj Nagarpalika) એક બેદરકારીનો ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો. જો કે વિડીયો જોઇને નક્કી કરવું અઘરું છે કે આ બેદરકારી નગરપાલિકાની છે કે લોકોની. ખરેખરમાં વાત એમ છે કે ભૂજના સ્ટેશન રોડ પર વાહન ચાલકો ગટરના ખુલ્લા ખાડામાં પટકાતા (Fell into the gutter) હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટેશન રોડ પર ભરાયેલા પાણીમાં વાહન હંકારતા ચાલકો આગળ વધ્યા. અને ધડામ કરતા ગટરમાં પડ્યા.

પહેલી નજરે તો ગટરના સામાન્ય ભરાયેલા પાણી જ લાગતા હતા. અને વાહન ચાલકો જેવા આગળ વધ્યા તે સાથે જ ઉંડી ગટરમાં પટકાવા લાગ્યા. આ તમામ દ્રશ્યો નજીકની એક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. પાલિકાએ તો આગળ બેરિકેડ લગાવ્યા હતા. ત્યારે વાહન ચાલકોએ પણ બેદરકારી દાખવવાના બદલે થોડું ધ્યાન રાખ્યું હોત તો દુર્ઘટના નિવારી શકાઈ હોત.

પરંતુ અહીં બેરીકેટ લાગ્યા હોવા છતાં લોકો બેદરકાર બનીને રોડ પરથી જઈ રહ્યા હતા તે વધુ ચોંકાવનારૂ છે. હવે ખુલ્લી ગટર અને ઉભરાયેલા પાણીની સમસ્યા કેટલા સમયથી છે એ પણ એક પ્રશ્ન છે. પાલિકા પણ આ અંગે શું કામગીરી કરી રહી છે, અને આ કામમાં શું કોઈ બેદરકારી થઇ રહી છે એવો પ્રશ્ન પણ લોકોને થઇ રહ્યો છે.

 

આ પણ વાંચો: જમાલપુરના રઉફ બંગાળી દ્વારા ખુબ વિશાળ પતંગ બનાવાયો, જેમાં PM ની તસ્વીર સાથે અપાયો આ સંદેશ

આ પણ વાંચો: રાજ્યમાં બેફામ ગુનેગારો? ધોળા દિવસે છરીની અણીએ 1 કરોડની લૂંટ, ચોંકાવનારા CCTV દ્રશ્યો આવા સામે

g clip-path="url(#clip0_868_265)">