સાબરકાંઠાઃ કેન્દ્રીય પ્રધાનની ઉપસ્થિતિમાં 3.47 કરોડના સહાયક સાધનો દિવ્યાંગોને વિતરણ કરાયા, 3 હજાર લાભાર્થીઓને મળ્યો લાભ

સાબરકાંઠાઃ કેન્દ્રીય પ્રધાનની ઉપસ્થિતિમાં 3.47 કરોડના સહાયક સાધનો દિવ્યાંગોને વિતરણ કરાયા, 3 હજાર લાભાર્થીઓને મળ્યો લાભ

| Updated on: Nov 26, 2023 | 11:15 AM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં દિવ્યાંગ લાભાર્થીઓને 3.47 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ડો. વિરેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ બાળકોને અને યુવાઓને માટે સહાયક રુપ સાધનોનુ વિતરણ કેન્દ્રીય પ્રધાનને હસ્તે કરવામાં આવ્યુ હતુ. જિલ્લામાં ત્રણેક હજાર કરતા વધારે દિવ્યાંગ લાભાર્થીઓને જેનો લાભ મળ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં 6 સ્થળોએ કેમ્પ યોજીને દિવ્યાંગજનોને સહાયક સાધન વિતરણ કરવામાં આવ્યા છે. જિલ્લાના 3047 દિવ્યાંગ જનોને 3.47 કરોડ રુપિયાની કિંમતની કિટોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ડો વિરેન્દ્ર કુમાર ઉપસ્થિત રહીને કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરમાં 1225 લાભાર્થીઓને 1.28 કરોડના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ 22 પ્રકારના સાધનોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ ACBનો સપાટો, ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો, અડધી રાતે મામલતદારની ધરપકડ

પ્રધાન વિરેન્દ્રકુમારે કહ્યુ હતુ કે, દેશના વિકાસમાં તમામ વર્ગોનો સાથ રહ્યો છે. દિવ્યાંગજનોમાં પણ અપાર કૌશલ્ય રહેલુ છે અને તેને બહાર લાવવા માટે સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. સાધન સહાય કીટ દિવ્યાંગજનો માટે ઉપયોગી નિવડશે. જે તેમની દિવ્યાંગતામાં મદદરુપ રહેશે. આ સાધનો થકી દિવ્યાંગજનો સ્વાવલંબી બનશે. પ્રસંગે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">