કચ્છ : RSSની બેઠક પહેલા કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન, સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા

| Edited By: | Updated on: Nov 02, 2023 | 8:58 PM

અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો 3 નવેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મોહન ભાગવત સહિતના હોદ્દેદારો હાજર રહેશે. આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકની બેઠક ચાલશે. કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક મળશે.

કચ્છના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 3 નવેમ્બરના રોજ મળવાની છે, ત્યારે એક દિવસ પહેલા ભુજ ખાતે કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા હતા.

આ પણ વાંચો કચ્છ: હિજરત રોકવા RSS મેદાને, પ્રથમ વખત કચ્છમાં RSSની કાર્યકારણી બેઠક મળશે

અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો 3 નવેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મોહન ભાગવત સહિતના હોદ્દેદારો હાજર રહેશે. આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકની બેઠક ચાલશે. કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક મળશે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો