Ahmedabad: RSS ભવન ખાતે સંઘ અને ભાજપની સમન્વય બેઠક, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ બેઠકમાં હાજર

|

May 04, 2022 | 6:30 PM

વર્ષમાં બે વખત સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળતી હોય છે. જેના ભાગરૂપે આયોજન કરાયું છે. આ મહત્વની બેઠકમાં ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કાર્યો અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad) માં RSSના હેડગેવાર ભવન ખાતે સંઘ અને બીજેપી (BJP) ની વન ટુ વન બેઠક શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના સંઘચાલક, કાર્યવાહ અને પ્રાંત પ્રચારક હાજર રહેવાના અહેવાલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ સહિત પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. બંને તરફથી ચાલી રહેલા કાર્યોની તેમજ સાંપ્રત પરિસ્થિતિની ચર્ચા થાય તેવી સંભાવના છે. વર્ષમાં 2 વાર આ સમન્વય બેઠક યોજાય છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની બેઠક ખુબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને આરએસએસના ગુજરાતના આગેવાનો અને રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. વર્ષમાં બે વખત સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળતી હોય છે. જેના ભાગરૂપે આયોજન કરાયું છે. અમદાવાદમાં મણીનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે આયોજીત આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ભાજપ- કોંગ્રેસ સહિત તમામ રાજકિય પક્ષોમાં ગતિવિધિઓ તેજ થઇ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મહત્વની બેઠકમાં ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કાર્યો અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. વધુમાં વિધાનસભા સીટ વિસ્તાર પ્રમાણે વિસ્તારકોને જવાબદારી સોંપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

Next Video