વડોદરા: ધારાસભ્યના પેટ્રોલ પંપ પર લૂંટ, પોલીસે 3 લૂંટારુંઓની કરી ધરપકડ, જુઓ વીડિયો

વડોદરા: ધારાસભ્યના પેટ્રોલ પંપ પર લૂંટ, પોલીસે 3 લૂંટારુંઓની કરી ધરપકડ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 27, 2023 | 7:32 PM

પેટ્રોલ પુરાવવા આવેલ 4 શખ્સોએ કર્મચારી સાથે પૈસા બાબતે બબાલ કરી હતી. જે બાદ તેના 20થી 25 જેટલા સાગરીતો તલવાર અને હથિયાર લઈને ધસી આવ્યા હતા અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી રૂ.80થી 90 હજારની રકમ ઝૂંટવી લીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

વડોદરામાં ડભોઈના ધારાસભ્યના પેટ્રોલ પંપ પર જ સિકલીગર ટોળકી ત્રાટકી હતી. આ ટોળકીએ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પેટ્રોલ પંપ પર અંદાજે 90 હજારની લૂંટ ચલાવી હતી. પોલીસે 3 લૂંટારુંઓની ધરપકડ કરી છે. વડોદરાના ન્યુ VIP રોડ પર આવેલ જીઓના પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી.

પેટ્રોલ પુરાવવા આવેલ 4 શખ્સોએ કર્મચારી સાથે પૈસા બાબતે બબાલ કરી હતી. જે બાદ તેના 20થી 25 જેટલા સાગરીતો તલવાર અને હથિયાર લઈને ધસી આવ્યા હતા અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી રૂ.80થી 90 હજારની રકમ ઝૂંટવી લીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અન્ય કર્મચારીઓએ હિંમત દાખવીને 3 શખ્સોને પકડી લીધા હતા. જો કે પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરા બંધ હતા. હાલ હરણી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો વડોદરા MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વિરોધ પ્રદર્શન, ટેક્નોલોજી ફેક્લ્ટીનું ATKTનું રિઝલ્ટ જાહેર ન થતા વિરોધ