Rajkot: ઢોર ડબ્બામાં શહેરમાં રખડતા 1243 ઢોર રખાયા, બે શિફ્ટમાં કરવામાં આવી રહી છે પશુઓની જાળવણી

|

Aug 26, 2022 | 1:26 PM

રખડતા (Rajkot) ઢોર અંગે હાઇકોર્ટે ટકોર કર્યા બાદ રાજકોટ મહાપાલિકા એક્શનમાં છે અને રસ્તા પર રખડતા ઢોર (Stray cattle) પકડવામાં આવી રહ્યાં છે. રાજકોટ શહેરમાં ઢોર ડબ્બામાં 1243 ઢોર રાખવામાં આવ્યાં છે અને આ પકડેલા ઢોરની બે શિફ્ટમાં જાળવણી કરવામાં આવી રહી છે.

રખડતાં ઢોર (Stray cattle) મુદ્દે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટની (High Court) ટકોર બાદ મહાનગર પાલિકાઓમાં ઢોર પકડાવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ (Rajkot) મહાનગર પાલિકા પણ એક્શનમાં આવી છે અને ઢોર પકડવા માટે કોર્પોરેશને પાંચ ટીમ બનાવી છે. જેમાં બે ટીમ સવારે, બે ટીમ બપોરે અને એક ટીમ રાત્રે ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધરપકડ કરવામાં આવેલા પશુઓને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. તમામ પશુઓની સારી રીતે જાળવણી કરવામાં આવી રહી છે.

પશુઓના માલિકો પાસેથી વસુલવામાં આવે છે દંડ

રખડતા ઢોર અંગે હાઇકોર્ટે ટકોર કર્યા બાદ રાજકોટ મહાપાલિકા એક્શનમાં છે અને રસ્તા પર રખડતા ઢોર પકડવામાં આવી રહ્યાં છે. રાજકોટ શહેરમાં ઢોર ડબ્બામાં 1243 ઢોર રાખવામાં આવ્યાં છે અને આ પકડેલા ઢોરની બે શિફ્ટમાં જાળવણી કરવામાં આવી રહી છે. ઢોરને બે ટાઇમ ઢોરને ઘાસચારો અપાઇ રહ્યો છે. એટલું જ નહીં પકડેલા ઢોરને સાત દિવસ બાદ છોડવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા ઢોર માલિકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. એક દિવસમાં મોટા ઢોર છોડાવનાર માલિકને 1700 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તો એક દિવસમાં નાના ઢોર છોડાવનાર માલિક પાસેથી 900 રૂપિયા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. એક દિવસથી વધુ ઢોર રાખવામાં આવે તો દરરોજ 400 રૂપિયા ખર્ચ વધારવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે રાજકોટમાં ઢોર પકડાવાની ઝુંબેશ ચાલી રહી છે. કુલ 50 લોકોની ટીમ શિફ્ટ પ્રમાણે રખડતા ઢોરને પકડવાનું કામ કરી રહી છે. તો બીજી તરફ હજુ સુધી રાત્રે ઢોર પકડવાની શરૂઆત કરવામાં આવી નથી. આયોજન કર્યા બાદ રાત્રે ઢોર પકડવાની શરૂઆત કરવામાં આવશે.

Next Video