Rajkot: લોકમેળામાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગનું ચેકિંગ, એક્સ્પાયરી ડેટ વગરની વસ્તુ રાખનારને ફટકાર્યો દંડ

|

Aug 20, 2022 | 2:09 PM

રાજકોટના (Rajkot) લોકમેળામાં મનપાની આરોગ્ય વિભાગની (health department) ટીમે સતત બીજા દિવસે ચેકિંગ કરવામાં આવ્યુ. આરોગ્ય અધિકારીએ લોકમેળામાં વેચાતા ફ્રૂટ, છાસ, દહીં, પાણીની બોટલોની તપાસ કરી.

જન્માષ્ટમીની (Janmashtam) દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, રાજ્યમાં અનેક જગ્યાએ મેળાનુ (Fair) આયોજન કરવામાં આવ્યુ છે. જેમા સૌરાષ્ટ્રના સૌથા મોટા ગણાતા રાજકોટ (Rajkot)ના લોકમેળામાં હજારો લોકો તહેવારોની મજા માણવા ઉમટી પડ્યા છે અને મ્હાલી રહ્યા છે. ત્યારે આ મેળામાં રહેલા ખાણી-પાણીના ફુડ સ્ટોલ અને લારીઓવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે હેતુથી મેળામાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધર્યુ છે. સતત બીજા દિવસે હાથ ધરેલા ચેકિંગમાં આરોગ્ય વિભાગે એક્સપાયરી ડેટ ન લખી હોય તેવી વસ્તુ ધરાવતા સ્ટોલ માલિકોને દંડ ફટકાર્યો છે.

સતત બીજા દિવસે ચેકિંગ

રાજકોટના લોકમેળામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે સતત બીજા દિવસે ચેકિંગ કરવામાં આવ્યુ. આરોગ્ય અધિકારીએ લોકમેળામાં વેચાતા ફ્રૂટ, છાસ, દહીં, પાણીની બોટલોની તપાસ કરી. આ ઉપરાંત 9 ફ્રીઝ ભરીને અખાદ્ય આઈસ્ક્રીમનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આઈસ્ક્રીમના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સ્પાયરી ડેટ સહિતની વિગતો ન હતી. જેથી બાળકો ખાય તો ઝાડા-ઉલટી થવાની શક્યતા વધુ હતી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે મેળામાં એક્સ્પાયરી ડેટ વગરની તમામ વસ્તુઓ જપ્ત કરી સંચાલકોને દંડ ફટકાર્યો છે.

ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ

17 ઓગષ્ટથી રાજકોટમાં લોકમેળાનો પ્રારંભ થયો છે. ત્યારે આરોગ્ય વિભાગે જન્માષ્ટમીના દિવસે ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગે (Health Department) મેળામાં 92 જેટલા ધંધાર્થીઓને લાઈસન્સ આપ્યા છે અને હવે ચેકિંગ(Checking) હાથ ધરવામાં આવી રહ્યુ છે. મેળામાં લોકોના આરોગ્ય સાથે કોઈ પ્રકારના ચેડા ન થાય તેને ધ્યાને રાખી મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ કોર્પોરેશન દ્વારા સ્થળ પર પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યુ છે. તેના માટે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ તૈયાર રખાયુ છે. જેમા સ્થળ પર જ નમૂના લઈ તપાસની કાર્યવાહી કરાઈ રહી છે. આ દરમિયાન ફુડ શાખા વિભાગે ચટણીના નમૂના લીધા હતા. આ ચટણી ખાવાલાયક છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

(ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ)

Next Video