Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજોયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અંધાશ્રમ આવાસમાંથી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને લઈ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
તો બીજી તરફ કંડલા પોર્ટ પરના 6 હજારથી વધુ કામદારોનું સ્થળાંતર કરાયું છે. Y-જેટી 8 નંબરથી તમામને શેલ્ટર હોમમાં સુરક્ષિત રખાયા છે. શ્રમિકો જીવન જરૂરિયાતના સામાન સાથે શેલ્ટર હોમમાં આવ્યા છે. જ્યાં નાના બાળકો પણ છે. શેલ્ટર હોમમાં મોટાપાયે લોકો હોવાને કારણે મોટાપાયે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. સવાર અને સાંજ અહીં 200થી 250 લોકોનું ભોજન તૈયાર થાય છે. સાથે જ અનેક લોકો આફતના સમયે સેવામાં જોડાયા છે. ભોજન વ્યવસ્થામાં 25થી 30 લોકો સેવામાં સતત કાર્યરત છે.