Tv9ના અહેવાલની અસર, ચિલોડા-શામળાજી સિક્સ લેન હાઈવે ઓવરબ્રિજની મરામત શરુ કરાઈ, જુઓ

|

Jun 19, 2024 | 4:46 PM

ચિલોડાથી શામળાજી જતા નેશનલ હાઈવે માર્ગની હાલત જોખમી બની છે. અહીં મોટાભાગના ઓવરબ્રિજ પર મસમોટા ખાડા સર્જાયા હતા. અત્યાર સુધીમાં ઓવરબ્રિજ પર કરવામાં આવેલ પેવરને સાતથી આઠ વાર રિપેરિંગ કરવામાં આવ્યા છે. જ્યાં વધુ એક વાર ચોમાસા પહેલા જ નેશનલ હાઈવે જોખમી બન્યો છે. Tv9 પર અહેવાલ પ્રસારીત થયા બાદ તંત્રએ નેશનલ હાઈવેની મરામત શરુ કરી છે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અત્યંત જોખમી બન્યો છે. નવો જ નિર્માણ કરવામાં આવેલ સિક્સ લાઈન નેશનલ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવે એ પહેલા જ તેની પર જીવલેણ ખાડા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકની ખાડા ચૂકવાની સહેજ બેદરકારી જીવ જોખમમાં મુકે એ હદે ખાડાઓ સર્જાયા છે. જેને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ ફેલાયો છે. આ દરમિયાન હવે નેશનલ હાઈવે પરના ખાડાઓની મરામત શરુ કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને રિપેર કરવાની શરુઆત કરવામાં આવી છે.

ખાસ કરીને સૌથી વધારે જોખમી બનેલા ઓવરબ્રિજ પર સૌથી પહેલા મરામત હાથ ધરવામાં આવી છે. જેમાં જેશિંગપુરા અને પિલુદ્રા બાગ ઓવરબ્રિજને ઠીક કરવામાં આવ્યા છે. પ્રાંતિજ નજીકના ચાર ઓવરબ્રિજ પર અકસ્માત રોજે રોજ નોંધાઈ રહ્યા હતા. જેને લઈ વાહનચાલકોએ ઈજાઓ ભોગવવા સાથે વાહનના મોટા નુક્સાન વેઠવા પડતા હતા. આ દરમિયાન હવે સૌથી વધારે જે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાતા હતા એ ઓવરબ્રિજના જોખમી ખાડાઓની મરામત કરવામાં આવી રહી છે. જોકે આ થીગડાઓ કેટલા સમય સુધી વાહનચાલકોને સલામતી આપશે એ સવાલ છે, પરંતુ હાલ તો કેટલાક જોખમી બ્રિજ પર થીગડાઓને લઈ મોટી રાહત સર્જાઈ છે.

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video