Death: પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Death: પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

| Edited By: | Updated on: Jan 24, 2023 | 4:34 PM

Ahmedabad News : પદ્મભૂષણ સ્વ.બીવી દોશીએ અમદાવાદ સ્થિત તેમના નિવાસે મંગળવારે અંતિમશ્વાસ લીધા હતા. તેમના અવસાનને પગલે ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રના યુગનો અંત થયો છે.

પદ્મશ્રી અને પદ્મભૂષણના ઈલ્કાબથી સન્માનિત અને ભારતના લે-કોર્બુઝિયર તરીકે વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. પદ્મભૂષણ સ્વ.બીવી દોશીએ અમદાવાદ સ્થિત તેમના નિવાસે મંગળવારે અંતિમશ્વાસ લીધા હતા. તેમના અવસાનને પગલે ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રના યુગનો અંત થયો છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે તેમના નિવાસ સ્થાન કમલા હાઉસથી નીકળી હતી અને તેમના અંતિમસંસ્કાર થલતેજ સ્મશાનગૃહ ખાતે કરાશે. જેમાં પરિવારજનો અને નજીકના સગા-સંબંધી, મિત્રો અને તેમના ચાહકો જોડાયા હતા.

સ્વ.બી.વી.દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવાં શહેરોની ડિઝાઈન બનાવી હતી. આ ઉપરાંત અમદાવાદની ઓળખ ગણાતા IIMના આર્કિટેક્ટ હતા. સ્વ. દોશી IIM-A ઉપરાંત અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી, IIM ઉદયપુર, IIM બેંગલોર, NIFT દિલ્હી, સેપ્ટ યુનિવર્સિટીની ડિઝાઈનમાં પણ યોગદાન આપ્યું હતું. અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યુનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે.

વડાપ્રધાન મોદીએ ડૉ.બી.વી દોશીના નિધન પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેઓ શ્રેષ્ઠ આર્કિટેક્ટ અને ઉમદા સંસ્થાઓના નિર્માતા હતા. આવનારી પેઢીને તેમના સમૃદ્ધ કાર્ય થકી મહાન ઝલક જોવા મળશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકોને સાંત્વના પાઠવું છું. ઓમ શાંતિ.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ડૉ.બી.વી દોશીના નિધન પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેઓ શ્રેષ્ઠ આર્કિટેક્ટ અને ઉમદા સંસ્થાઓના નિર્માતા હતા. આવનારી પેઢીને તેમના સમૃદ્ધ કાર્ય થકી મહાન ઝલક જોવા મળશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકોને સાંત્વના પાઠવું છું.