Gujarat : ટૂંક સમયમાં લોકોને ગરમીથી મળશે રાહત, 25 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થશે પ્રારંભ

|

May 23, 2022 | 10:04 AM

આ વર્ષ ચોમાસુ કેવું રહેશે તેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે આ વર્ષ હવામાન વિભાગના (Meteorological Department)જણાવ્યા પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતને હવે ટૂંક સમયમાં ગરમીથી(Heatwave)  રાહત મળવાનું શરૂ થઇ શકે છે. ગુજરાતમાં 25 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો( Pre Monsoon activity) પ્રારંભ થશે.દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે.આગામી 27 મે સુધી અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે.

તાપમાનનો પારો પણ 2થી 3 ડિગ્રી જેટલો ઘટશે

રાજયમાં (GUJARAT) વરસાદના આગમનની રાહ જોવાઇ રહી છે. આ વર્ષ ચોમાસું કેવું રહેશે તેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષ હવામાન વિભાગના (Meteorological Department)જણાવ્યા પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 મેના રોજ ગુજરાતમાં વરસાદનું (RAIN)આગમન થવાની સંભાવના છે. 25 મેના રોજ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી છે. ગુજરાતમાં વરસાદનું આગમન દક્ષિણ ગુજરાતથી (South Gujarat) થશે અને આ સાથે રાજયમાં હજુ આગામી 5 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા 3 દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે. હવે વરસાદની સિસ્ટમ રાજયમાં એક્ટિવ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. જેથી થોડા દિવસોમાં જ વરસાદના અમીછાંટણા દક્ષિણ ગુજરાતમાં પડશે. આ સાથે તાપમાનનો પારો પણ 2થી 3 ડિગ્રી જેટલો ઘટશે.

Published On - 10:01 am, Mon, 23 May 22

Next Video