Rathyatra 2022 : દરિયાપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું, શાંતિના પ્રતિક સફેદ કબૂતર ઉડાવ્યા

|

Jul 01, 2022 | 7:56 PM

અમદાવાદના દરિયાપુરમાં મુસ્લિમ સમાજ(Muslim Community)  દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કોમી એકતાના વાતાવરણમાં નીકળેલી રથયાત્રામાં શાંતિના પ્રતિક એવા સફેદ કબૂતર ઉડાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથમા રથયાત્રાના(Rathyatra 2022)ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે. જ્યાંથી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા છે અને તેઓ પદયાત્રા કરી દરીયાપુર પહોંચ્યા છે. જ્યારે રથ દરીયાપુર પહોંચી ગયા છે જ્યાકે બીજી બાજુ અખાડા દ્વારા પોતાના કૌશલ્યો બતાવવાના શરૂ થયાં છે. અખાડાના કરતબબાજ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન દરિયાપુરમાં મુસ્લિમ સમાજ(Muslim Community)  દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કોમી એકતાના વાતાવરણમાં નીકળેલી રથયાત્રામાં શાંતિના પ્રતિક એવા સફેદ કબૂતર ઉડાવવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

અમદાવાદમાં  રથયાત્રા  પરત ફરી રહી છે આ ઉપરાંત ટેબ્લો પણ પરત આવી રહ્યા છે. ટેબ્લો દિલ્હી ચકલા  પહોંચ્યા છે. રથયાત્રામાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતી ન કરે તે માટે પોલીસ સતત ચોકસાઈ દર્શાવી રહી છે. રથયાત્રાનું આગમન થાય તે પહેલાં રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી ” જાય જગન્નાથ” ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી પ્રેમદરવાજાથી ફરી રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા સાથે હર્ષ સંઘવી દિલ્હી ચકલા પહોંચ્યા છે. શહેરના વાતાવરમમાં પલટો આવ્યા બાદ રથયાત્રામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં શ્રદ્ધાળુઓમાં હરખની હેલી જોવા મળી હતી. લોકો વરસાદ વચ્ચે પલળીને રથયાત્રાનો લ્હાવો લીધો હતો.

Next Video