RAJKOT : સિંચાઈનું પાણી નહીં મળે તો ધોરાજીના ખેડૂતોનો પાક નિષ્ફળ જશે

|

Aug 16, 2021 | 6:50 PM

એક મહિનો વિતી જવા છતા વરસાદના એંધાણ નથી જણાઈ રહ્યા. જેથી ખેડૂતોની ચિંતા દિન-પ્રતિદિન વધતી જાય છે.ઊભો પાક મુરાજાય જવાની ભીતિ વચ્ચે ખેડૂતો કેનાલ મારફત સિંચાઇ માટે પાણી આપવા માંગ કરી છે.

RAJKOT : વરસાદ ખેંચાઈ જતા ધોરાજી પંથકના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક મહિનો વિતી જવા છતા વરસાદના એંધાણ નથી જણાઈ રહ્યા. જેથી ખેડૂતોની ચિંતા દિન-પ્રતિદિન વધતી જાય છે. સરકારે પણ ડેમોમાં પાણીનો જથ્થો અનામત રાખવા પિયત માટેનું પાણી આપવાનો ઈનકાર કર્યો છે.

ગઈકાલે 15 ઓગષ્ટના રોજ .નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે.સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે. જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે.

તો બીજી બાજુ રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુએ ખેડૂતોને હૈયાધારણા આપી હતી કે જળાશયોમાં પીવાના પાણીનો સંગ્રહ કર્યા બાદ જ્યાં જરૂર હશે ત્યાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.

આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ રીતે વરસાદ પર મદાર રાખી બેઠા છે. સાથે સાથે સરકારનો નિર્ણય ખેડૂત વિરોધી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નર્મદામાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે જે ખેડૂતને પિયત માટે મળવો જોઈએ પરંતુ સરકાર પિયત માટે પાણી નથી આપી રહી. ઊભો પાક મુરાજાય જવાની ભીતિ વચ્ચે ખેડૂતો કેનાલ મારફત સિંચાઇ માટે પાણી આપવા માંગ કરી છે.

આ પણ વાંચો : JUNAGADH : વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ભય, સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માંગ

Next Video