Rajkot: ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાંથી તસ્કરો 21 લાખ ઉડાવી ગયા, જુઓ CCTVના દ્રશ્યો

|

Jan 18, 2022 | 9:51 AM

રાજકોટના જેતપુરમાં રાત્રીના અંધારાનો લાભ લઇને તસ્કરોએ મોટી રકમની ચોરી કરી છે. જેતપુરના જૂનાગઢ રોડ સામે આવેલા શિવમ કોમ્પલેક્સમાં ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા.

રાજકોટ (Rajkot)માં કોરોનાકાળમાં પણ તસ્કરોનો આતંક વધતો જઇ રહ્યો છે. રાજકોટમાં તસ્કરોએ હવે બંધ ઓફિસોમાં ચોરી (Theft) કરી રહ્યા છે. રાજકોટના જેતપુરમાં વધુ એક બંધ ઓફિસને નિશાન બનાવી તસ્કરો 21 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા છે.

તસ્કરોએ ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસને નિશાન બનાવી

રાજકોટના જેતપુરમાં રાત્રીના અંધારાનો લાભ લઇને તસ્કરોએ મોટી રકમની ચોરી કરી છે. જેતપુરના જૂનાગઢ રોડ સામે આવેલા શિવમ કોમ્પલેક્સમાં ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ રાત્રે બંધ ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસને નિશાન બનાવી હતી. તસ્કરોએ ઓફિસમાંથી રૂપિયા 21 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ

જેતપુરમાં બનેલો ચોરીનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે તસ્કરોએ બંધ ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. સીસીટીવીમાં તસ્કર ઓફિસમાં ડ્રોવરમાં તપાસ કરતા અને ચોરી કરતા જોવા મળી રહ્યા છે.

ચોરીની આ ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે ઝીણવટપૂર્વકની તપાસ શરુ કરી ચોર ટોળકીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

અગાઉ પણ જેતપુરમાં ચોરીની આવી અનેક ઘટનાઓ બની છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓના પગલે હવે જેતપુરવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સતત ઘટાડો, 52 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

આ પણ વાંચોઃ

Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

Next Video