Rajkot : 95 લાખના તોડકાંડમાં કડક કાર્યવાહીના આદેશ અપાયા, ચાર પોલીસ કોન્સ્ટેબલોની બદલી

|

Apr 23, 2022 | 6:43 PM

રાજકોટ(Rajkot) શહેર પોલીસમાં 95 લાખ તોડ કેસમાં DCP ઝોન-1પ્રવીણકુમાર મીણાએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં વિગત મુજબ અલતાફ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તોડ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં અઢી માસ સુધી ચાલેલી ઈન્કવાયરીનો રિપોર્ટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને સુપ્રત કરવામાં આવ્યો હતો

રાજકોટમાં(Rajkot)  રૂપિયા 95 લાખના તોડકાંડમાં કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. જેમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે તોડકાંડમાં (Scam) સામેલ પોલીસકર્મીઓ સામે કાર્યવાહીના આદેશ કર્યા છે. તોડકાંડમાં સામેલ તત્કાલિન PI વી.કે. ગઢવીને નબળા સુપરવિઝન બદલ 6 મહિના સુધીના તમામ ભથ્થા વધારો બંધ કરી દેવાયો છે. તો PSI જેબલિયા અને 7 પોલીસ કોન્સ્ટેબલ સામે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.ઝોન 2ના DCP સુધીર દેસાઈ આ મામલે તપાસ કરશે..સાથે જ ચાર પોલીસ કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસમાં 95 લાખ તોડ કેસમાં DCP ઝોન-1પ્રવીણકુમાર મીણાએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં વિગત મુજબ અલતાફ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તોડ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં અઢી માસ સુધી ચાલેલી ઈન્કવાયરીનો રિપોર્ટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન PSI જેબલીયા સહીત ટીમ સામે પગલાં લેવાય તેવી શક્યતા હતી. તેમજ દારૂકાંડમાં પકડાયેલ દેવા ધરેજીયા સામે પણ આ કેસમાં તપાસ થઇ શકે છે.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : કોંગ્રેસમાં જોડાવવાની અટકળો પર નરેશ પટેલે કરી આ સ્પષ્ટતા

આ પણ વાંચો : મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પરનો બ્રિજ નમ્યો, બ્રિજનું કામ પૂરું થાય તે પહેલા જ બની ઘટના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:35 pm, Sat, 23 April 22

Next Video