Rajkot: ચૂંટણીમાં પ્રિસાઇન્ડિંગ ઓફિસરની ફરજમાં ન આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારની ધરપકડ

|

Dec 09, 2022 | 12:36 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારની ધરપકડ થશે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ડેપ્યુટી રજિસ્ટ્રાર મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારની ધરપકડ થશે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ડેપ્યુટી રજિસ્ટ્રાર મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.  દક્ષિણ બેઠક ઉપર પ્રીસાઈડિંગ ઓફિસરનો ઓર્ડર હતો, પરંતુ કોઈ કારણ વગર ડેપ્યુટી રજિસ્ટ્રાર મનીષ ધામેચા ફરજ પર ન આવતા ચૂંટણી આયોગે આકરી કાર્યવાહી કરી છે.

આવી જ ઘટના  પ્રથમ તબક્કાના મતદાનમાં ધોરાજી ખાતે બની હતી

ઘોરાજીમાં મતદાન દરમિયાન પત્નીની જગ્યાએ પતિ પ્રિસાઇન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની ઘટના સામે આવી હતી.  આ ઘટનાને  પગલે  અપક્ષ ઉમેદવાર સહિદ પરમારે ચૂંટણી પંચને  ફરિયાદ કરી હતી.  ધોરાજીની કે.ઓ . શાહ કોલેજના મતદાન બૂથમાંથી બોગ્સ પ્રિસાઇન્ડિંગ ઓફિસર ઝડપાયો હતો.  આ બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાઈ જતા તાત્કાલિક ધોરણે તેના પત્નીને  બૂથ પર બોલાવી લેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપને મળી બહુમતી

ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતીનો આંક તો શરુઆતના વલણોમાં જ જોવા મળ્યો હતો.  આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.

 

 

Next Video