RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં, કુલપતિના બેફામ ખર્ચાઓ મામલે ઉઠયા સવાલો

|

Dec 14, 2021 | 12:52 PM

મળતી માહિતી પ્રમાણે, એક મહિનામાં બંગલાના રસોડા માટે 100 જેટલી વસ્તુઓ ખરીદવામાં આવી છે. બેડશીટ, ઓશિકા સહિતની વસ્તુઓ પાછળ 85 હજાર ખર્ચ કર્યાનો આક્ષેપ છે. નિદિત બારોટનું કહેવું છે કે આ ખર્ચ માટે રાજ્ય સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી.

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કુલપતિ ડૉ.નીતિન પેથાણી છેલ્લા ઘણા સમયથી વિવાદનો પર્યાય બનેલા છે. તેવામાં વધુ એકવખત કુલપતિ વિવાદના વમળમાં સપડાયા છે. આ વખતે કુલપતિએ પોતાના બંગલામાં કરેલા ખર્ચા પર વિવાદ છેડાયો છે.. સિન્ડિકેટ સભ્ય નિદિત બારોટની વાત માનીએ તો કુલપતિએ પોતાના બંગલામાં બેફામ રીતે ખર્ચા કર્યા છે.કુલપતિને ધારા-ધોરણ પ્રમાણે બંગલો આપવામાં આવેલો છે. બંગલાની વ્યવસ્થા કુલપતિની ગરિમાને યોગ્ય લાગે તે રીતે કરવાની હોય છે. પણ કુલપતિએ આડેધડ ખર્ચા કર્યા છે.

ફક્ત બંગલામાં જ નહીં પણ બધા જ ક્ષેત્રમાં આડેધડ ખર્ચા કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, એક મહિનામાં બંગલાના રસોડા માટે 100 જેટલી વસ્તુઓ ખરીદવામાં આવી છે. બેડશીટ, ઓશિકા સહિતની વસ્તુઓ પાછળ 85 હજાર ખર્ચ કર્યાનો આક્ષેપ છે. નિદિત બારોટનું કહેવું છે કે આ ખર્ચ માટે રાજ્ય સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી. કુલપતિએ જ રૂપિયા ખર્ચ કર્યા છે તે વિદ્યાર્થીઓ માટે આવતી ગ્રાન્ટમાંથી કર્યા છે.

વિવાદોની પર્યાય બની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

નોંધનીય છેકે આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુક બાબતે વિવાદ સર્જાયો હતો. જેને લઇને યુનિવર્સિટી ખાતે NSUI અને અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડને લઈ શિક્ષણવિભાગ પણ હરકતમાં આવ્યું હતું. આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોમાં સપડાઇ ચુકી છે. ત્યારે ફરી કુલપતિના ખર્ચા બાબતે ઉઠેલા સવાલોમાં નવો શું વળાંક આવે છે તે જોવું રહ્યું

 

Next Video