Rajkot :કથિત કમિશન કાંડમાં ગૃહ વિભાગની કામગીરીને જગજીવન સખિયાએ આવકારી, કહ્યું સરકાર પર દ્રઢ વિશ્વાસ

|

Mar 01, 2022 | 8:31 PM

રાજકોટના કથિત કમિશન કાંડમાં ગૃહ વિભાગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની SRP તાલીમમાં બદલી કરી છે. જ્યારે ફરિયાદી જગજીવન સખિયાએ સરકારે રાજકોટ પોલીસ કમિશકાંડ પર લીધેલા પગલાંને આવકાર્યા છે.. તેમણે કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં આ રીતના પગલાં પ્રથમ વખત લેવાયા છે

ગુજરાતમાં રાજકોટના(Rajkot)  કથિત કમિશન કાંડમાં(Commission Kand) ગૃહ વિભાગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની SRP તાલીમમાં બદલી કરી છે. જ્યારે ફરિયાદી જગજીવન સખિયાએ(Jag Jivan Sakhiya)  સરકારે રાજકોટ પોલીસ કમિશકાંડ પર લીધેલા પગલાંને આવકાર્યા છે.. તેમણે કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં આ રીતના પગલાં પ્રથમ વખત લેવાયા છે અને સરકાર આગામી દિવસોમાં પણ આવી કોઇ ઘટના બને તો અસરકારક પગલાં લેશે તેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે

બે પોલીસ અધિકારી સહિત 3ને સસ્પેન્ડ કરાયા

ત્યારે કમિશન કાંડ અંગે આક્ષેપ કરનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે સરકારનો આભાર માન્યો છે.. તેમણે જણાવ્યું છે કે ફરિયાદીએ મને રજૂઆત કરી અને મે સરકારમાં આ મામલો ઉજાગર કર્યો.રાજ્ય સરકારે તટસ્થ તપાસ કરી અને અંતે પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી.બે પોલીસ અધિકારી સહિત 3ને સસ્પેન્ડ કરાયા છે. હજી પણ તપાસ ચાલુ છે અને વધુ તપાસમાં જેના પણ નામ આવશે. તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

ઉલ્લેખનીય છે કે, રાજકોટના બહુચર્ચિત પોલીસ કમિશનકાંડ મામલે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. નોંધનીય છે . પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે. આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરાશે. આ સિવાય PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને ફરજ મોકુફ કરાયા છે. PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ સામે પણ ખાતાકીય તપાસ હાથ ધરાશે. તમામ સામે લાંચ રુશવત વિરોધી બ્યુરોને તપાસ સોંપવામાં આવી છે અને તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો : ગાંધીનગર શહેરની પાસે આવેલા અતિ પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરનુ પૌરાણિક દષ્ટીએ છે અનેરુ મહત્વ

આ પણ વાંચો : Junagadh: ભવનાથમાં શિવરાત્રિનો મેળો આજે રાત્રે દિગંબર સાધુની રવાડી અને શાહી સ્નાન સાથે સંપન્ન થશે

Next Video