Rajkot: કોરોનાના વધતા કેસોને લઈને મનપાનો મહત્વનો નિર્ણય, કોરોના ટેસ્ટ વધારવામાં આવશે

|

Jun 08, 2022 | 9:38 PM

રાજકોટમાં પણ કોરોના કેસમાં (Rajkot Corona Case) વધારો જણાતા મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા તરફથી કોરોનાના ટેસ્ટિંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત (Gujarat) સહીત સમગ્ર દેશમાં કોરોનાના કેસ (Corona Case) વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસોમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે. આ તરફ રાજકોટમાં પણ કોરોના કેસમાં વધારો જણાતા મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા તરફથી કોરોનાના ટેસ્ટિંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દૈનિક 950 ટેસ્ટની સામે હવે 1400થી 1500 ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મહાનગરપાલિકા તરફથી રાખવામાં આવ્યો છે. કોરોનાના વધતા આંકડા મુદ્દે મહાનગરપાલિકા કમિશનરનું કહેવું છે કે હાલ ટેસ્ટિંગ બૂથ વધારવાની જરૂર નથી, જેથી ટેસ્ટિંગની સંખ્યા વધારવાની દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કેસ

ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. જેમાં 08 જૂનના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં સૌથી વધારે 48 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં પાછલા 95 દિવસમાં સૌથી વધારે મંગળવારે 72 કેસ સામે આવ્યા હતા. જયારે આજે 08 જૂનના રોજ સૌથી વધારે 111 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના 48 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 445 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં પાછલા 4 દિવસમાં કોરોના કેસમાં 57 ટકાનો વધારો નોંધાયો છે. તો શહેરોમાં પાછલા 4 દિવસમાં 69 ટકા કેસ વધી ગયા છે.

Next Video