Rajkot : જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવક શરુ, સારો ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમા આનંદનો માહોલ, જુઓ Video

|

Jan 12, 2023 | 2:32 PM

નવી આવકમાં 20 કિલો ચણાનો ભાવ 1 હજાર 551 રુપિયાની બોલાતા સ્ટેશન વાવડી ગામના ખેડૂતોએ યાર્ડમાં ચણા વેચ્યા હતા. ચણાનો સારો ભાવ સંભળતા જ ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવકની શરુઆત થતા ખેડૂતો અને વેપારીઓમા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ચણાની આવકના પ્રથમ દિવસે જ 16 ગુણી નવા ચણાની આવક નોધાઈ હતી. નવી આવકમાં 20 કિલો ચણાનો ભાવ 1 હજાર 551 રુપિયાની બોલાતા સ્ટેશન વાવડી ગામના ખેડૂતોએ યાર્ડમાં ચણા વેચ્યા હતા. ચણાનો સારો ભાવ સંભળતા જ ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ચણાની નવી આવકની શરુઆત માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગેવાનીમાં કરવામાં આવી હતી અને ચણાની નવી આવકને વધાવવામાં આવી હતી.

આ પણ વાંચો : સારા સમાચાર ! આગામી બજેટમાં ગ્રામીણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે, જાણો કેટલો ખર્ચ થશે

માર્કેટ યાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર જો આગામી સમયમાં ચણાનું વાવેતર સારુ થશે તો ચણાની આવક વધવાની સંભાવના વધશે. માર્કેટ યાર્ડના ચેરમેને દાવો કર્યો છે કે પ્રથમ દિવસે જ ચણાનો ભાવ 1 હજાર 551 બોલવામાં આવ્યો છે. તો આગામી સમયમાં ચણાનો ભાવ 1100થી 1300 રહેશે તેવી સંભાવના છે.નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં પણ ચણાનું વાવેતર ખુબ જ મોટા વિસ્તારમાં થાય છે અને ખુબ સારી કવોલીટીમાં ચણાનું ઉત્પાદન થાય છે. જણાવવું રહ્યું કે જેતપુર તાલુકાના ચણાની ગુણવત્તાને ઘણી સારી માનવામાં આવે છે.

Next Video