રાજકોટ એસ.ટી. સ્ટેન્ડ પર મુસાફરોની વતન જવા ભારે ભીડ, જુઓ વિડીયો
રાજકોટથી અમદાવાદ, સુરત, પંચમહાલ ,ઉત્તર ગુજરાત અને ગોધરા સહિતના શહેરોમાં જવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય શહેરોમાંથી રાજકોટ આવતા મુસાફરોની સંખ્યા પણ વધી છે
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)ત્રીજી લહેરની નહિવત દહેશત વચ્ચે દિવાળીના(Diwali)તહેવારોમાં લોકોએ ઉજવણી માટે વતનની વાટ પકડી છે. તેમજ દિવાળીના તહેવારોમાં વતન જવા માટે રાજકોટ(Rajkot)એસ.ટી. સ્ટેન્ડ( St Stand)પર મુસાફરોની(Passanger)ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટ એસ.ટી. વિભાગમાં દરરોજ બુકિંગ ઉપરાંત પણ મુસાફરોની સંખ્યા વધી રહી છે.
જેમાં રાજકોટથી અમદાવાદ, સુરત, પંચમહાલ ,ઉત્તર ગુજરાત અને ગોધરા સહિતના શહેરોમાં જવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય શહેરોમાંથી રાજકોટ આવતા મુસાફરોની સંખ્યા પણ વધી છે. તેમજ આ ભીડને પહોંચી વળવા માટે એસ. ટી. તંત્રએ ૮૦ જેટલી એકસ્ટ્રા બસો દોડવવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત રાજકોટમાં તહેવારો નિમિત્તે બહાર ગામથી આવતા લોકોની સંખ્યા વધવા લાગી છે.. ત્યારે બહારથી આવનારા કોઈ વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવે છે.
આરોગ્ય તંત્રની 18 જેટલી ટીમો આ કામગીરીમાં જોતરાઈ છે. જેમાં બહારથી આવતા મુસાફરોમાં જો કોઈ લક્ષણો જણાય તો સ્થળ પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે અને જરૂર લાગે તો મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીના પણ પગલાં લેવાય છે..ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું વિશેષ ચેકિંગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : દિવાળી પૂર્વે જામનગરના મુખવાસ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી
આ પણ વાંચો : CMની દિપાવલી ભેટ, ત્રણ નગરો માટે પીવાના પાણીની યોજના અને સુરતમાં શહેરી સડક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
