વિવાદીત નિવેદન મુદ્દે પરશોત્તમ રૂપાલાએ માગી માફી, કહ્યું- મારો આશય માત્ર વિધર્મીઓના જુલમનું નિરૂપણ કરવાનો હતો

|

Mar 24, 2024 | 7:22 PM

આ વિવાદ વધુ વકરે નહીં અને વિરોધનો વંટોળ ઉભો ના થાય તે માટે રૂપાલા હરકતમાં આવ્યા હતા અને બે હાથ જોડીને સમાજની માફી માગી હતી. રૂપાલાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઇરાદો કોઇ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો. તેમ છતાં જો નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું.

કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું હતું કે, રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો, અને રૂખી સમાજ પર દમન ગુજાર્યું. રૂપાલાએ દાવો કર્યો મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. જોકે દમન સામે રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો.

રૂપાલાએ આરોપ લગાવ્યો હતો કે અંગ્રેજોના કાળમાં સૌથી વધુ દમનનો શિકાર રૂખી સમાજ બન્યો હતો. તો રાજવીઓને લઇને આપવામાં આવેલા રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ત્યારે આ વિવાદ વધુ વકરે નહીં અને વિરોધનો વંટોળ ઉભો ના થાય તે માટે રૂપાલા હરકતમાં આવ્યા હતા અને બે હાથ જોડીને સમાજની માફી માગી હતી. રૂપાલાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઇરાદો કોઇ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો. તેમ છતાં જો નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું. રૂપાલાએ માફી માગવા સાથે આ વિવાદને અહીં જ પૂર્ણ કરવાની પણ વિનંતી કરી.

Next Video