રાજકોટમાં મિનરલ વોટરના નામે આરોગ્ય સાથે ચેડાં, પાણીની બોટલમાંથી નીકળી જીવાત, જુઓ વીડિયો

|

Dec 03, 2023 | 10:53 PM

મેક્સ બેવરેજીસને થોડા સમય પહેલા મનપાએ પાણીના નમૂના ફેલ થયા હોવાથી 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે ફરી એકવાર રાજકોટમાં ચાલી રહેલી મિનરલ વોટરની કંપનીઓ સામે સવાલ ઊભા થયા છે. થોડા સમય પહેલા પણ રાજકોટની મિનરલ પેકેજીંગ વોટર બનાવતી 2 કંપનીઓને યોગ્ય ગુણવત્તાનું પાણી ન આપતા હોવાથી લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

રાજકોટમાં મિનરલ પાણીની બોટલમાં જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. બિસ્ટર નામથી વેચાતી સિલ બંધ મિનરલ પાણીની બોટલમાં શંકાસ્પદ જીવાત દેખાતા ગ્રાહકે વીડિયો વાઇરલ કર્યો છે. મેક્સ બેવરેજીસ નામની રાજકોટની કેપની બિસ્ટર પાણીની બોટલ બનાવે છે.

આ પણ વાંચો રાજકોટ વીડિયો : એવરેસ્ટ બિલ્ડિંગમાં ચાલતા જુગારના કેસમાં થયો મોટો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચના કર્મીએ મૌખિક મંજૂરી આપ્યાનો આક્ષેપ

મેક્સ બેવરેજીસને થોડા સમય પહેલા મનપાએ પાણીના નમૂના ફેલ થયા હોવાથી 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે ફરી એકવાર રાજકોટમાં ચાલી રહેલી મિનરલ વોટરની કંપનીઓ સામે સવાલ ઊભા થયા છે. થોડા સમય પહેલા પણ રાજકોટની મિનરલ પેકેજીંગ વોટર બનાવતી 2 કંપનીઓને યોગ્ય ગુણવત્તાનું પાણી ન આપતા હોવાથી લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:53 pm, Sun, 3 December 23

Next Video